• શનિવાર, 20 જૂન, 2026

કોરોના ફેલાવનાર ચીનની લેબને અમેરિકાએ આપ્યા હતાં નાણાં !

નવી દિલ્હી, તા.19: અમેરિકાનાં નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે પોતાના કાર્યકાળના છેલ્લાં દિવસે એક ચોંકાવનારો દાવો કરીને દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ગબાર્ડનાં કહેવા અનુસાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના પૂર્વ મુખ્ય તબીબી સલાહકાર એન્થની ફાઉચીએ જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનો આરોપ છે તેવા ચીનના વુહાન સ્થિત સંશોધન પ્રયોગશાળાને ભંડોળ પૂરું પાડયં હતું. કોવિડ-19 મહામારીનું મૂળ આ જ પ્રયોગશાળા હોવાનું માનવામાં આવે છે. ગબાર્ડે પોતાના કાર્યકાળના છેલ્લાં દિવસે એવા ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા હતાં જે સીધા જ ડૉ. એન્થની ફાઉચી સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.  કોવિડ-19નો પ્રકોપ ફેલાતા ફાઉચીએ બાઇડન સરકારની કોરોના સંબંધિત વ્યૂહરચનાનું નેતૃત્વ કર્યું હતું. ગબાર્ડ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજો મુજબ એન્થની ફાઉચીએ અમેરિકન કરદાતાઓના લાખો ડોલર તે જ વુહાન ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીને આપ્યા હતા, જેને કોરોના મહામારીનું કેન્દ્ર માનવામાં આવે છે.

તુલસી ગબાર્ડે ફાઉચી પર સીધો આરોપ મૂકતા કહ્યું છે કે તેમણે 2024માં અમેરિકન કોંગ્રેસ સમક્ષ શપથ લઈને ખોટું નિવેદન આપ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક