• રવિવાર, 21 જૂન, 2026

FATFમાં ભારતને સ્થાન

સચિવ વિવેક અગ્રવાલ ઉપાધ્યાય બન્યા; પાકમાં ટેરર ફંડિંગ પર સીધી નજર રખાશે

નવી દિલ્હી, તા. 20 : ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર મહત્ત્વ અપાયું છે. ભારત સરકારના સચિવ વિવેક અગ્રવાલને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્કફોર્સ (એફએટીએફ)ના ઉપાધ્યક્ષ બનાવાયા છે.

એફએટીએફ દુનિયાભરમાં મની લોન્ડરિંગ અને આતંકવાદને આર્થિક મદદ પર નજર રાખતી વિશ્વની સૌથી મોટી સંસ્થાઓમાંથી એક છે.

આમ, હવેથી ભારત સત્તાવાર રીતે પાકિસ્તાન તરફથી પીઠબળ રૂપે ટેરર ફંડિંગ એટલે કે, આતંકીઓને આર્થિક પોષણના અપરાધ પર નજર રાખી શકશે.

વિદેશ મંત્રાલયે આ નિયુક્તિને ભારત માટે મોટી ઉપલબ્ધિ લેખાવી હતી અને કહ્યું હતું કે, આ પગલું આતંકવાદ વિરુદ્ધ ભારતની કડક નીતિ અને વૈશ્વિક સ્તરે ટેરર ફંડિંગ રોકવાના પ્રયાસો મજબૂત કરશે.

વિવેક અગ્રવાલની પસંદગી સંકેત છે કે, વૈશ્વિક આર્થિક સુરક્ષા અને કાળા નાણાં વિરુદ્ધ લડાઇમાં ભારતની ભૂમિકા લગાતાર મજબૂત થઇ રહી છે.

સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું હતું કે, એફએટીએફમાં જવાબદારી મળવી એ દુનિયાના 200થી વધારે દેશો વચ્ચે ભારતની વધતી વિશ્વસનીયતાનું પ્રમાણ છે.

પ્રશાસનિક સેવામાં ત્રણ દાયકાથી વધુ અનુભવ ધરાવતા મધ્યપ્રદેશ કેડરના આઇએએસ વિવેક એફએટીએફમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી ચૂકયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક