રાજકોટ,તા. 30(ફૂલછાબ ન્યૂઝ) કપાસમાં નબળા ઉતારા અને ઓછાં ઉત્પાદનથી ખેડૂતો દુ:ખી છે. એવી સ્થિતિમાં સરકાર ફરી વખત આયાત જકાત દૂર કરવા કે હળવી બનાવવા ગંભીર વિચારણા કરી રહી છે. કિસાનો નવા વાવેતરની તૈયારીમાં લાગ્યા છે ત્યારે ડયૂટીના સમાચાર પ્રસરતા ગંભીર ચિંતા ફરી વળી છે. ઇરાન યુધ્ધને લીધે કપાસના ભાવમાં વધારો થયો છે એટલે કાપડ ઉદ્યોગને મુશ્કેલી પડી
રહી
છે.
ટેક્સટાઇલ
ઉદ્યોગે સરકારને કહ્યું છેકે, યુધ્ધને લીધે કપાસ-રૂ મોંઘા થયા છે. કાપડ ઉદ્યોગ ટકી
શકે તેમ નથી એટલે ડયૂટી પાછી ખેંચવી જોઇએ અથવા ઘટાડી આપવી જોઇએ. ભારતમાં અગાઉ ચાલુ
કપાસ મોસમના આરંભે ઓક્ટોબરથી ડિસેમ્બર 11 ટકા જકાત મુક્તિ હતી. જાન્યુઆરીથી ફરી 11 ટકા લાગુ થઇ છે. જોકે એ પૂર્વે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2025 સુધી
આયાત ડયુટીમાંથી મુક્તિ આપી હતી. આ ગાળામાં આશરે 43-44 લાખ ગાંસડી આયાત થઇ ચૂકી છે.
હવે ફરીથી આયાત જકાત દૂર કરવાની સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે એટલે ખેડૂતો મુંઝાયા
છે.
ભારતમાં
આ વર્ષે અમેરિકા, બ્રાઝીલ, ઇજિપ્ત અને ઓસ્ટ્રેલિયાથી કપાસ આવ્યો છે. સરકાર હવે કૃષિ
મંત્રાલય અને મહેસૂલ વિભાગ સાથે ચર્ચા કરી રહી છે.
ખેર,
કપાસના વાવેતર ઉત્તર ભારતમાં શરૂ થઇ ચૂક્યાં છે. હવે સૌરાષ્ટ્ર જેવા મહત્વના ઉત્પાદક
રાજ્યમાં પંદરેક દિવસમાં શરૂ થવાનું છે. સરકારે હજુ લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો
નથી ત્યારે હવે ડયૂટી દૂર થાય તો વાવેતરને ગંભીર ફટકો પડે તેમ છે. કિસાન અગ્રણીઓ કહે
છેકે, ખેડૂતોનો 90 ટકા જેટલો કપાસ વેંચાઇ ગયો. કિસાનોને ભાગ્યે જ રૂ. 1600 ઉપરનો ભાવ
મળ્યો છે. ટેકાના ભાવથી કે નીચે કપાસ વેંચાઇ ગયા પછી સીસીઆઇએ ખૂબ તેજી કરી, ખેડૂતોને
તેજીનો ફાયદો જ ન થયો. હવે ભાવ રૂ. 1800 આસપાસ ચુનંદા ખેડૂતોને મળે છે ત્યારે ફરી ડયૂટી
દૂર થાય તો કપાસના કિસાનોની અવદશા થશે.
વિસ્કોસ
સ્ટેપલ ફાઇબર અને ફિલામેન્ટ યાર્ન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રેયોન-ગ્રેડ લાકડાના
પલ્પ પર 2.5% કસ્ટમ ડયુટી પાછી ખેંચવાની પણ માંગ થઇ રહી છે. રેયોન-ગ્રેડ લાકડાનો પલ્પ
એ લાકડામાંથી મેળવેલા સેલ્યુલોઝનું એક અત્યંત શુદ્ધ સ્વરૂપ છે, જે માનવસર્જિત રેસા
માટેની પ્રક્રિયા માટે આવશ્યક છે. કાપડ, વસ્ત્રો અને ઔદ્યોગિક કાપડ બનાવવા માટે વપરાતા
વિસ્કોસ સ્ટેપલ ફાઇબર અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના ઉત્પાદન માટે તેનો ઉપયોગ પ્રાથમિક
કાચા માલ તરીકે થાય છે.