મોંઘા વિમાન ઈંધણનાં કારણે એરલાઈન ઉપર વધતું દબાણ : હવાઈ સંકટનાં એંધાણ
નવીદિલ્હી,
તા.1: વિમાન ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યૂલ(એટીએફ)નાં આકાશને આંબતા ભાવનાં કારણે
એરલાઈન્સ ઉપર પોતાની સેવાઓને સીમિત કરવાનું દબાણ વધી ગયું છે. જેને પગલે ભારતની પ્રમુખ
એરલાઈન એર ઈન્ડિયાએ પોતાની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સેવાઓમાંથી આશરે 100 ઉડાનોમાં કામ
મૂકવો પડશે.
એર
ઈન્ડિયા પ્રતિદિન આશરે 1100 જેટલી ફ્લાઈટ સંચાલિત કરે છે. આમાંથી 100 ઘટાડવામાં આવતાં
સૌથી વધુ અસર યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર જતી ફ્લાઈટમાં જોવા મળશે.
પાકિસ્તાને ઓપેરશન સિંદૂર પછી ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરેલું
છે. જેમાં એર ઈન્ડિયાને પોતાની પ્રતિદ્વંદ્વી ઈંડિગોની તુલનામાં વધુ નુકસાન ઉઠાવવું
પડી રહ્યું છે કારણ કે એર ઈન્ડિયાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખૂબ મોટું છે. પાક.ની વાયુ
સીમા બંધ હોવાનાં કારણે યુરોપ અને ઉત્તર અમેરિકા જતી તેની ઉડાનોને લાંબો રસ્તો કાપવો
પડે છે અને તેનાં હિસાબે ઈંધણનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. આ સિવાય વચ્ચે વધારાનાં પડાવ
રાખવા પડે છે. વિયના અને સ્ટોકહોમમાં આ ટૂંકા રોકાણનાં કારણે પણ ખર્ચમાં અનેક ગણો વધારો
થઈ ગયો છે.
કોઈપણ
એરલાઈનનાં કુલ સંચાલન ખર્ચમાં ઈંધણનો હિસ્સો 40 ટકા જેટલો હોય છે અને તેનાં ભાવમાં
80 ટકાથી વધુનો ઉછાળો આવી ગયો છે. વિમાન કંપનીઓનાં સંગઠન તરફથી સરકારને રજૂઆત પણ કરવામાં
આવી હતી કે, જો ઈંધણનાં ભાવમાં હજી વધારો થશે તો તેને પોતાની સેવાઓ અટકાવવાની ફરજ પડી
શકે છે.