પાક
વધવાને લીધે ડિહાઇડ્રેશનના કારખાનાઓમાં જોરશોરથી ઉત્પાદન
રાજકોટ,
તા. 22 (ફૂલછાબ ન્યૂઝ) : સફેદ ડુંગળીનું ઉત્પાદન અપેક્ષાથી વધારે નીકળવાને લીધે અત્યારે
એપ્રિલના અંતિમ દિવસોમાં પણ મહુવા અને ગોંડલ માર્કેટયાર્ડમાં ચિક્કાર આવક થઇ રહી છે.
મહુવામાં બે દિવસમાં ત્રણ લાખ ગુણી કરતા વધારે પુરવઠો ઠલવાઇ ચૂક્યો છે. હજુ એકાદ મહિના
સુધી આવક થવાની સંભાવના છે. ઉત્પાદન વધારે નીકળતા ડિહાઇડ્રેશન એકમો છેક મે મહિના સુધી
ઉત્પાદન લે તેવી ધારણા છે.
ભાવનગર
જિલ્લામાં સફેદ ડુંગળીનું બહોળું ઉત્પાદન થાય છે. રાજકોટ જિલ્લામાં પણ થોડું ઉત્પાદન
છે. અમરેલી, બાબરા, જૂનાગઢ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને કેશોદ જેવા કેટલાક નવા વિસ્તારોમાં
પણ વાવેતર થયા છે એટલે ત્યાંની આવક પણ આ વર્ષે દેખાઇ છે તેમ એક વેપારીએ કહ્યું હતુ.
મહુવામાં
ગઇકાલે દોઢ લાખ ગુણી અને બુધવારે 1.40 લાખ ગુણીનો વેપાર થયો છે.મહુવામાં મોટાંભાગની
ડુંગળી રૂ. 150થી 200 સુધી વેચાય છે. બહુ સારી ક્વોલિટી રૂ. 220-270ના ભાવથી વેચાય
છે. જે નવી આવકના પ્રારંભે રૂ. 300 ઉપરાંત હતા. ગોંડલ યાર્ડમાં પણ ત્રણથી ચાર હજાર
ગુણીની આવક થાય છે. મહુવા યાર્ડના સૂત્રો કહે છે, પંદરથી વીસ દિવસ સુધી આવકનું સારું
જોર રહેવાની સંભાવના છે.મહ્નવાના એક ડિહાઇડ્રેશન ઉત્પાદક કહે છે, અમારે ત્યાં 130થી
135 જેટલા કારખાનાઓમાં ઉત્પાદનનો ધમધમાટ છે. અગાઉ લાલ અ પીળી ડુંગળી(ઘાવરી)માંથી પણ
ઘણું ઉત્પાદન લીધું છે અને હવે સફેદની ચિક્કાર આવક છે. ઉત્પાદકોને હવે સફેદનો પુરવઠો
છૂટથી મળે છે.
તેમણે
કહ્યું કે, ઘાવરી ડુંગળીનું પણ ડિહાઇડ્રેશન થતાં આશરે 50-60 હજાર ટનનું ઉત્પાદન થયું
છે. જોકે સફેદમાંથી આશરે 70 હજાર ટન વધારાનું ઉત્પાદન થયું છે. હજુ મહિનો ચાલે તો
20-25 હજાર ટન સફેદમાંથી બનાવવામાં આવશે.
સફેદ
ડુંગળીમાંથી તૈયાર થયેલા ડિહાઇડ્રેશનનો ભાવ રૂ. 145 પ્રતિ કિલો ચાલે છે જ્યારે ધાવરીમાંથી
બનેલા પાઉડર રૂ. 90માં કારખાને બોલાય છે. ડિહાઇડ્રેશનની નિકાસ મોટેભાગે યુરોપમાં થાય
છે. પણ ઉંચા ભાવ અને શિપીંગ ભાડામાં બદલાવને લીધે અત્યારે નિકાસમાં મુશ્કેલી અનુભવાય
છે એટલે નિકાસ થતાં જથ્થામાં થોડો ઘટાડો આવી શકે છે.