• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

સોશિયલ મીડિયા ઉપર થતા પ્રચારના ખર્ચનો હિસાબ ઉમેદવારોએ ફરજિયાત આપવો પડશે

            રાજ્ય ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નવા માર્ગદર્શનો જાહેર કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.22 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નવા માર્ગદર્શનો જાહેર કર્યા છે, જેમાં હવે સોશિયલ મીડિયા પર થતા પ્રચારના ખર્ચનો પણ હિસાબ આપવો ફરજિયાત બનાવાયો છે.

મહત્વનું છે કે, આજના સમયમાં ચૂંટણી પ્રચાર માત્ર સભાઓ અને રેલીઓ સુધી મર્યાદિત રહ્યો નથી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉમેદવારો સક્રિય રીતે પ્રચાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી દરેક પ્રકારના ખર્ચનો સચોટ હિસાબ મળી શકે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચૂંટણી પંચના આદેશ મુજબ હવે ઉમેદવારોને સોશિયલ મીડિયા કેમ્પેઇન, પેઇડ એડવર્ટાઇઝમેન્ટ, ડિજિટલ પ્રચાર સામગ્રી સહિતના તમામ ખર્ચની વિગતો નોંધાવવી પડશે. આ પગલાથી ચૂંટણીમાં પારદર્શિતા વધશે અને ખર્ચની મર્યાદા અંગે પણ નિયંત્રણ સરળ બનશે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય  છે કે, સોશિયલ મીડિયા પ્રચારના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય આવનારી ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક