• બુધવાર, 22 એપ્રિલ, 2026

ઘઉંનો એક દાણો નિકાસ થઇ શકે તેમ નથી ત્યાં વધુ નિકાસ છૂટ !

અગાઉ 25  લાખ ટનની

નિકાસ માટે છૂટ આપ્યા પછી વધુ 25 લાખ ટનની જાહેરાત

રાજકોટ,તા.21: (ફૂલછાબ ન્યૂઝ) ફેબ્રુઆરી મહિનામાં 25 લાખ ટન ઘઉંની નિકાસ કરવા માટે આપવામાં આવેલી છૂટછાટ પૈકી એક દાણો પણ દેશ બહાર ગયો નથી. એવામાં ડીજીએફટીએ સોમવારે મોડી રાત્રે એક જાહેરનામા મારફત વધુ 25 લાખ ટન નિકાસ કરવા માટે છૂટ આપી દીધી છે. સરકારે એવું કહ્યું છેકે, મંડીઓમાં ભાવ નીચે બેસી ગયા છે એટલે નિકાસ આવશ્યક હતી. જોકે ઘઉંની આખી સીઝન બાકી છે ત્યારે ભવિષ્યમાં નિકાસ થાય તો લાંબાગાળે માલ વિદેશ જશે, પણ હાલ તો કોઇ સંજોગ નથી.

ઘઉંનું ઉત્પાદન ચાલુ વર્ષે બમ્પર થવાની ધારણા છે એટલે ભાવ તળિયે છે. સરકારે ટેકાનો ભાવ મણે રૂ. 51% નક્કી કર્યો છે. જોકે મંડીઓમાં રૂ. 350-480 વચ્ચે ઘઉં વેંચાઇ રહ્યા છે. ખેડૂતોને વળતર મળતું નથી. સરકારી એજન્સીઓને વેંચવા માટે લાખો ખેડૂતોએ નોંધણી

કરાવી છે.

એક આટા ઉત્પાદકે કહ્યું કે, વિશ્વ બજારમાં ભારતના ઘઉં 50-60 ડોલર જેટલા મોંઘા છે ત્યારે 100 લાખ ટનની છૂટ આપવામાં આવે તો પણ કોઇ અસર થવાની નથી. ખરેખર સરકારે અત્યારે ટેકાના ભાવથી ખરીદી શરૂ કરી દેવી જોઇએ. જોકે એની ઝાઝી અસર પડે તેમ નથી. હાલમાં એક મણે રૂ. 20નો સુધારો થયો છે.

નિકાસમાં પડતર લાગતી હોય તો દુબઇ, પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા સહિતના દેશોમાં ભારતના ઘઉં જઇ શકે પણ અત્યારે રશિયા અને ઓસ્ટ્રેલિયાના ઘઉં આપણા કરતા સસ્તાં છે એટલે નિકાસ મુશ્કેલ છે. ઘઉં જ નહીં આટા, મેંદા રવાની નિકાસછૂટ પણ આપવામાં આવી છે, તેની રવાનગી પણ શક્ય નથી.

એક નિકાસકાર કહે છેકે, કંપીઓએ ખૂબ માલ ખરીદી લીધો છે. નિકાસમાં અ સ્થઆનિક બજારમાં વેચાણ કરવા મળશે તે ગણતરીએ ખરીદી થઇ હતી પણ હવે ભાવ ઉંચકાતા નથી અને નિકાસ પણ શક્ય નથી એટલે બોજ વધતો જાય છે. આવી સ્થિતિમાં સરકારે વધારે નિકાસ કરવાની જાહેરાત કરી દીધી છે એનાથી ખેડૂત વર્ગમાં આશ્ચર્ય પણ ફેલાયું છે. જોકે ખેડૂતોને ઇંતેજારી સરકારી ખરીદીની છે. 

ઇ-પેપરના નવા શુલ્ક