• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

જૂનાગઢ જેલમાંથી ત્રણ મોબાઇલ-તમાકુની પડીકીઓ મળી

જૂનાગઢ,તા.7: જુનાગઢ જેલમાં જેલ તંત્ર દ્વારા પ્રતિબંધિત ચીજ વસ્તુઓના દૂષણને ડામી દેવા છાશવારે ઝડતી કરવામાં આવે છે. ગઈકાલે જડતી દરમિયાન ત્રણ મોબાઇલ ફોન, ચાર્જર તેમજ જમીનમાં ડાટેલી તમાકુની પડીકીઓ  મળી આવતા બે બંદીવાન સામે ફરિયાદ નોંધાઈ છે. 

જેલમાં સંત્રી રૂમની બહારના ભાગે પાવર સપ્લાય બોર્ડમાં જેલ તંત્રએ તપાસ કરી મોબાઈલ ફોન, બેટરી, ચાર્જર તેમજ વડલાના વૃક્ષમાં સંતાડેલા મોબાઈલ તથા સંત્રી રૂમ નજીકથી મોબાઈલ અને બાથરૂમની પાછળ ખાડો ખોદી સંતાડેલી 18 તમાકુની પડીકી અને 13 ચુનાની ટોટીઓ મળી આવી હતી. આ અંગે જેલના હવાલદાર વિક્રમ મેરએ પાકા કામના કેદી ધનજી ડાયા બગડા અને કાચા કામના કેદી નદીમ ઉર્ફે નિકકી મુન્ના ચંદાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક