• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ગોંડલમાં કિશાનમોરચા મહા મંત્રીએ જીલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખને માર માર્યાનો આક્ષેપ

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા આંતરિક રાજકારણમાં ગરમાવો

ગોંડલ,તા.6 : ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ જાહેરમાં આવ્યો છે. ભાજપ કિસાન મોરચાના મહામંત્રી ભાવેશ બોરડે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજુ ડાંગર સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. બોરડનો આક્ષેપ છે કે ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમ બાદ, રાજુ ડાંગરે તેમને જાહેરમાં ગાળો આપી, શારીરિક હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વાયરલ વીડિયોમાં ભાવેશ બોરડે જણાવ્યું કે, ડાંગરે તેમની પત્નીને પંચાયત સભ્ય પદેથી રાજીનામું અપાવવા દબાણ કર્યું હતું અને ધમકી આપી હતી કે સુલતાનપુરમાં તેમનું જ વર્ચસ્વ રહેશે. આગામી સમયમાં મોવિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર રાજુ ડાંગર સામે પક્ષના જ કાર્યકરે શિસ્તભંગ અને હિંસાના આક્ષેપો કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે પક્ષના હાઈકમાન્ડ સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક