- બાર કાઉન્સિલ ઓફ દિલ્હીની ચૂંટણીમાં જુનિયર વકીલો માટે અનામત બેઠકોની માગણી ખારિજ
નવીદિલ્હી, તા.7 : બાર કાઉન્સિલ
ઓફ દિલ્હી (બીસીડી)ની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં વકીલોએ 6 બેઠક એવા વકીલો
માટે આરક્ષિત કરવાની માગણી કરી હતી જેમની પાસે 10 વર્ષથી ઓછો અનુભવ હોય પણ દિલ્હી હાઇ
કોર્ટે અનામત માગતી આવી અપીલ ખારિજ કરી નાખી હતી અને કહ્યું હતું કે, આવું પગલું તમામ
પદ માટે 100 ટકા અનામત લાગુ કરવા સમાન બની જશે અને આની મંજૂરી આપી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે, બીસીડીમાં
23 સદસ્ય ચૂંટવામાં આવે છે અને તેમાંથી 12 બેઠક એવા વકીલો માટે અનામત છે જેમની પાસે
10 વર્ષથી વધુ અનુભવ હોય, જ્યારે પ બેઠક મહિલા વકીલો માટે સુપ્રીમ કોર્ટે અનામત રાખેલી
છે. હવે બાકીની 6 બેઠકો ઉપર જુનિયર વકીલો માટે અનામતની માગ કરવામાં આવી છે. જેને પગલે
કોર્ટે આને લાગુ કરવાનો ઈન્કાર કરતાં કહ્યું છે કે, આવું કરવામાં આવે તો તમામ પદ આરક્ષિત
થઈ જશે અને એડવોકેટ એક્ટની જોગવાઈથી તે વિપરિત છે. ભારતીય સંવિધાનનાં દાયરામાં પણ
10 ટકા આરક્ષણને અનુમતી નથી.