• મંગળવાર, 07 એપ્રિલ, 2026

કોંગ્રેસે પાકિસ્તાનના ઈશારે જ કામ કર્યું

આસામમાં મોદીના પ્રહાર : કેરળમાં પ્રિયંકાએ કહ્યું, એડીએફ-ભાજપની સાઠગાંઠ : પોંડીચેરીમાં કાયદો-વ્યવસ્થા કથડી : રાહુલ

નવી દિલ્હી, તા. 6 : પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, તે વચ્ચે સોમવારે આસામ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ રેલીને સંબોધિત કરી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાકિસ્તાનના ઈશારે જ કામ કર્યું. બીજી તરફ કેરળ પહોંચેલા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ એલડીએફ અને ભાજપને ઘેરતાં કહ્યું હતું કે, એલડીએફ અને ભાજપ વચ્ચે સિક્રેટ ડીલ થઈ છે, તેથી જ સબરીમાલા મંદિરમાં મોટા પાયે ચોરીઓ થઈ હોવા છતાં વડાપ્રધાન એક શબ્દ પણ નથી બોલ્યા, તો પોંડીચેરીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પોંડીચેરી સરકાર દરેક કોન્ટ્રેક્ટમાં 30 ટકા કમિશન લે છે. એક મીડિયા હેવાલ મુજબ, વડપ્રધાન મોદીએ આસામના બરપેટામાં કહ્યું હતું કે, કોંગ્રેસને પાકિસ્તાન નિર્મિત ધૂન પસંદ હોવાથી તેમના લખેલાં ગીત જ ગાયાં છે. કોંગ્રેસ નેતાઓના પાક જોડાણ દેશ પર હંમેશાં ભારે પડયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નેવીની તાલીમ પૂરી કરીને આવતા મહિલા ઓફિસરનું અકસ્માતમાં મૃત્યુ જામનગરના વાલસુરા પાસે કાર પલટી ગઈ : ડ્રાઈવર સહિત બે ઈજાગ્રસ્ત April 07, Tue, 2026