• બુધવાર, 08 એપ્રિલ, 2026

ડેવિડ વોર્નર ફસાયો : સિડનીમાં દારૂ પીને કાર ચલાવતા ઝડપાયો

-હવે પાકિસ્તાન લીગમાં ફરી સામેલ થવું શંકાસ્પદ

નવી દિલ્હી, તા.7: ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નર નવી મુસબિતમાં ફસાયો છે. સિડનીમાં તે ડ્રિંક એન્ડ ડ્રાઇવ (દારૂ પીને કાર ચલાવવી)ના આરોપમાં પકડાયો છે. સિડનીના મારૌબરા પોલીસે જયારે વોર્નરની ધરપકડ કરી ત્યારે તેના બ્લડમાં આલ્કોહોલની માત્રા 0.104 હતી. જે નિર્ધારિત સીમાથી ઘણી વધારે છે. આ મામલે ડેવિડ વોર્નરનો બાદમાં છૂટકારો થયો હતો, પણ તેણે આવતા મહિને કોર્ટમાં હાજર રહેવું પડશે.

ડેવિડ વોર્નર પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) દરમિયાન ખાલી સમયમાં ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. તે પીએસએલમાં કરાચી કિંગ્સની કપ્તાની કરી રહ્યો છે. તે અગાઉની સ્થિતિ અનુસાર આજે પાકિસ્તાન પહોંચવાનો હતો અને ફરી પીએસએલનો હિસ્સો બનવાનો હતો. હવે નવા ઘટનાક્રમથી વોર્નરનું પીએસએલમાં ફરી સામેલ થવું શંકાસ્પદ બન્યું છે. કરાચી કિંગ્સનો હવે પછીનો મેચ 9 એપ્રિલે પેશાવર જુલ્મી વિરુદ્ધ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાણવડમાં રખડતા શ્વાનના હુમલામાં 5 વર્ષનાં બાળકનું મૃત્યુ ઘર પાસે બાળક રમતો હતો અને શ્વાને કર્યો હુમલો : લોકોમાં રોષ April 08, Wed, 2026