નવી દિલ્હી, તા.7 : અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-2026 સીઝનની શરૂઆત શાનદાર રીતે કરી છે. દિલ્હીએ શરૂઆતના બન્ને મેચ જીતી લીધા છે. લખનઉ અને મુંબઈ વિરુદ્ધ 6-6 વિકેટે જીત નોંધાવી હતી. જો કે ટીમે અનુભવી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની ખોટ પડી રહી છે. જે હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી. હવે સ્ટાર્ક વિશે એવી ખબર સામે આવી છે, જેથી દિલ્હી કેપિટલ્સની ચિંતા વધી શકે છે. 36 વર્ષીય સ્ટાર્ક હજુ ફિટ થયો નથી અને ઓછામાં ઓછા 3 મેચ હજુ ગુમાવશે તેવી સ્થિતિ છે. તે 20 એપ્રિલ અગાઉ ફ્રેંચાઇઝી સાથે જોડાશે નહીં. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સે ત્રણ મેચ ગુજરાત ટાઇટન્સ (8 એપ્રિલ), સીએસકે (11 એપ્રિલ) અને આરસીબી (18 એપ્રિલ) વિરુદ્ધ રમવાના છે. મિચેલ સ્ટાર્ક ટીમ સાથે ક્યારે જોડાશે તે સમયસીમા પણ સ્પષ્ટ થઈ નથી.
દિલ્હી
કેપિટલ્સે મિચેલ સ્ટાર્કને 202પના ઓક્શનમાં 11.7પ કરોડમાં ખરીદ્યો હતો. ગત સીઝનમાં
તેણે 11 મેચમાં 14 વિકેટ લીધી હતી. જેમાં એક ફાઇવ વિકેટ હોલ હતો.