નેશનલ મેડિકલ કમિશનની માન્યતાપ્રાપ્ત ડિગ્રી ન હોવાનાં કારણે પગલું: કેન્સર સામે દેશની લડતને મોટો ઝટકો
નવીદિલ્હી,તા.6:
દેશમાં પ્રતિ વર્ષ કેન્સરનાં આશરે 1પ લાખ કેસ સામે આવતા રહે છે. આ સંખ્યા કોઈ નાના-મોટા
શહેરની કુલ આબાદી કરતાં વધુ કે તેનાં જેટલી છે. ભારતમાં કેન્સર એક મોટું સ્વાસ્થ્ય
સંકટ બનેલું છે. ત્યારે અનેક રાજ્યોમાં વડાપ્રધાન જન આરોગ્ય યોજનાની સૂચિમાંથી સેંકડો
કેન્સર સ્પેશિયાલિસ્ટને બહાર કરી દેવામાં આવ્યા છે. આનાથી દેશમાં કેન્સરની સમસ્યા વધુ
વકરી શકે છે.
મધ્યમવર્ગ
અને ગરીબ કેન્સર પીડિતોને હવે નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ મળતો અટકી શકે છે.
આવું
કરવાનું કારણ એ છે કે, આ તબીબો પાસે પૂરતો અનુભવ અને તાલીમ તો છે પણ તેમની પાસે નેશનલ
મેડિકલ કમિશન પાસેથી માન્યતાપ્રાપ્ત ડિગ્રી નથી. આ ડિગ્રીઓમાં એમડીની ડિગ્રી પણ સામેલ
છે.
પેનલમાંથી
હટાવવામાં આવેલા આ ડૉક્ટરોને એવા આધારે બહાર કરવામાં આવ્યા છે કે, તેમણે ફેલોશિપ લઈને
ખાનગી ક્ષેત્રમાંથી પ્રશિક્ષણ લીધેલું છે. બીજીબાજુ તબીબો તરફથી આ નિર્ણયને અનુચિત
ગણાવવામાં આવે છે.