(ફૂલછાબ ન્યૂઝ)
ભાવનગર, તા.9: દોઢ વર્ષ પૂર્વે
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે વાડીમાં બકરા ચરાવવા તેમજ નીલગીરીના વૃક્ષો
કાપી નાખવાની બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ એક સંપ કરી કૌટુંબીક ભાઇ ઉપર
જ તલવાર સહિતના હથીયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચી મૃત્યુ નિપજાવી નાખતા
બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
આ અંગેનો કેસ ભાવનગરના પ્ર્રિન્સીપાલ
ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ એચ.એસ. મુળિયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ આર.
જોષી તથા મૂળ ફરિયાદી તરફે વકીલ નીતિન જી. નાગરની લેખિત તથા મૌખિક દલીલો, દસ્તાવેજી
પુરાવા, સાક્ષીઓની જુબાની વિગેરે ધ્યાને લઇ આરોપીઓને કસુરવાન ઠરાવી આરોપી મેહુલ નાનુભાઇ
બારૈયા તથા આરોપી નાનુભાઇ બચુભાઇ બારૈયાને આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ.10
હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.