• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ : 3.6 લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યૂ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અઝજએ 3ને પકડયા

આ ટોળકી બાળકોને ગુજરાત, તેલંગાણા અને યુપીમાં વેચી દેતા

અમદાવાદ, તા. 29: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એચીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી કારમાંથી એક નવજાત શિશુનું રેસ્ક્યૂ કર્યું હતું. આ બાળકને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા. આ ટોળકી બાળકોની તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેતા હતા. પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત એટીએસને બાળ તસ્કરીની બાતમી મળી હતી, જેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કરવામાં આવી. આ પછી પોલીસ મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ નજીક આવેલા કોતલપુર પમ્પિંગ સ્ટેશન પાસે કોર્ડન કર્યું. હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી કારણે અટકાવીને તેમાં તપાસ કરતાં પોલીસને નવજાત બાળક મળી આવ્યું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓઢવમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની 34 વર્ષીય વંદના પંચાલની ધરપકડ કરી લીધી. આ સિવાય હૈદરાબાદમાં રહેતી મૂળ રાજસ્થાનના ઝૂંઝુનુનો 42 વર્ષીય રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ, વટવામાં રહેતો ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરનો 27 વર્ષીય સુમિત પંચાલ અને કાર ચાલક મૌલિક દવેની ધરપકડ કરી લીધી. આ ટોળકી બાળકોની તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેતા હતા.

પોલીસે આ નવજાત બાળકને ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપી દીધુ છે. આ કેસમાં મુન્નો અને નાગરાજ ફરાર છે, જેની તપાસ ચાલી રહી છે. આમ બાળ તસ્કરીનું આ રેકેટ હૈદરાબાદ સુધી ફેલાયેલું હતું. આરોપીએ વધુમાં ખુલાસો કર્યો હતો કે નવજાત બાળકો સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારમાંથી જ મળી આવે છે. મુન્નો ઉર્ફે યુનુસે આ બાળકને 60 હજારમાં ખરીદ્યું હતું. બાળકને વ્યવસ્થિતિ સાચવવામાં આવતું હતું. પકડાયેલા આરોપીઓ બાળક હૈદરાબાદ આપવાનું હતું જેમાં 3 અલગ-અલગ ટીમ કામો કરી રહી હતી. વંદના અને રોશન પાસેથી અગાઉ 3 બાળક હૈદરાબાદ પોલીસને મળી આવ્યા હતા, જેમાંથી એક બાળક અમદાવાદનું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક