• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

સબાલેંકા-રાયબાકિના વચ્ચે આજે મહિલા સિંગલ્સનો ખિતાબી જંગ

મેલબોર્ન તા.30 મહિલા સિંગ્લસના ફાઇનલમાં શનિવારે નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકા અને કઝાકિસ્તાનની પાંચમા ક્રમની કઝાકિસ્તાનની એલિના રાયબાકિના વચ્ચે ટકકર થશે. આ બન્ને ખેલાડી વચ્ચે અત્યાર સુધીમાં 14 મેચમાં આમનો-સામનો થયો છે. જેમાં સબાલેંકા 8-6થી આગળ છે. સબાલેંકાની નજર ત્રીજીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બનવા પર છે. રાયબાકિનાનું લક્ષ્ય પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી કબજે કરવાનું છે. સબાલેંકા વર્ષ 2023 અને 2024માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી ચૂકી છે. જયારે રાયબાકિના 2022માં વિમ્બલ્ડન ખિતાબ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેણી 2023ના ફાઇનલમાં સબાલેંકા સામે હારી હતી. હવે તેની પાસે આ હારનો હિસાબ ચૂકતે કરવાનો મોકો છે.

ઇ-પેપરના નવા શુલ્ક