મુંબઇ, તા. 29 : આર્યન ખાન ડ્રગ કેસના તપાસ અધિકારી રહેલા સમીર વાનખેડેને ગુરુવારે દિલ્હી હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. વડી અદાલતે આર્યન ખાનની વેબ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલીવૂડ વિરુદ્ધ સમીરે કરેલી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ કેસની સુનાવણીનો અધિકાર તેની પાસે નથી. અદાલતે બે મહત્ત્વના સવાલ પર વિચાર કર્યો. પ્રથમ શું આ કેસ દિલ્હીમાં સુનાવણીને પાત્ર છે, બીજું શું વેબ સિરીઝમાં સમીરનું ચિત્રણ તેમના માટેનું નુકસાનકારક છે. સમીર વાનખેડેએ આ કેસ કરતાં બે કરોડ રૂપિયાનાં વળતરની માંગ કરી હતી. તેમણે આ રકમ કેન્સરના દર્દીઓની સારવાર માટે દાન કરવા ઇચ્છા બતાવી હતી.