• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ક્યૂબાને ક્રૂડ આપતા દેશો ઉપર ટેરિફ લદાશે : ટ્રમ્પની ધમકી

ટ્રમ્પે ક્યૂબાની કોમ્યુનિસ્ટ સરકારને અમેરિકા વિરોધી ગણાવી : એગ્ઝીક્યૂટીવ ઓર્ડર સાઈન કર્યા

નવી દિલ્હી, તા. 30 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યૂબાની કોમ્યુનિસ્ટ સરકારને બદલવા માગે છે. આ માટે ટ્રમ્પ દ્વારા એક મોટું એલાન કરવામાં આવ્યું છે. ટ્રમ્પે ક્યુબાને તેલ આપનારા દેશો ઉપર ટેરિફ લાદવાની ધમકી આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી પ્રશાસનને નિર્દેશ આપ્યો છે કે એવા દેશો ઉપર સમાન ટેરિફ લાદવામાં આવે જે ક્યૂબાને તેલ વેચી રહ્યા છે. ટ્રમ્પે આ માટે એગ્ઝીક્યૂટીવ ઓર્ડર પણ સાઈન કરી દીધા છે. જેનાથી જાણી શકાય કે ક્યા કયા દેશ ક્યૂબાને ક્રૂડ વેચી રહ્યા છે. ટ્રમ્પે ઓર્ડરમાં લખ્યું છે કે ક્યૂબાની સરકારે એવા અસાધારણ પગલા ભર્યા છે, જેનાથી યુનાઈટેડ સ્ટેટ્સને નુકસાન પહોંચે છે અને જોખમ પેદા કરે છે. આ ઓર્ડરમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ક્યૂબાની સરકાર ઘણા દુશ્મન દેશો, ટ્રાંસનેનલ આતંકવાદી ગ્રુપ્સ અને યુનાઈટેડ સ્ટેટ્સ વિરુદ્ધ ખરાબ કામ કરનારા  સાથે મળેલી છે અને તેને સમર્થન કરે છે.  ટ્રમ્પના ઓર્ડર બાદ મેક્સિકો ઉપર પણ નવું અમેરિકી દબાણ આવશે. હાલના વર્ષોમાં મેક્સિકો ક્યૂબાને ક્રૂડ સપ્લાઈ કરતું મુખ્ય વિદેશી સપ્લાયર બન્યું છે કારણ કે દક્ષિણ અમેરિકી દેશ આર્થિક સંકટ વચ્ચે વેનેઝુએલાથી શિપમેન્ટ ઓછા થયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક