મહાશિવરાત્રી મેળામાં આ વખતે રવેડીનો રૂટ 500 મીટર વધારી બે કિ.મી.કરાયો
સમગ્ર
રૂટ પર ભોલેનાથની થીમ પર સુશોભન થશે, મહાશિવરાત્રી મેળા અનુસંધાને તૈયાર થયેલું ગીત
લોન્ચ
જૂનાગઢ,
અમદાવાદ તા.30: જૂનાગઢમાં મહાશિવરાત્રી મીનીકુંભ મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે
ત્યારે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રી, સાધુ-સંતો અને અધિકારીઓની
ઉપસ્થિતીમાં આ વખતે રવેડીના રૂટને 500 મીટર લંબાવી બે કિ.મી.નો કરવામાં આવ્યો છે. આ
ઉપરાંત તા.11ના સાધુ સંતોના સ્વાગત માટે પ્રથમ વાર અલૌકિક નગરયાત્રા નીકળશે. સમગ્ર
રૂટ પર ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. આગામી તા.11 ફેબ્રુઆરીના મહા વદ નોમના
ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મીનીકુંભ મેળાનો પ્રારંભ થશે.
આજે
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓ તેમજ જૂનાગઢના સાધુ સંતો,આગેવાનોની
ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. મહાશિવરાત્રી મેળાની અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે મહાશિવરાત્રી મેળો અત્યારસુધીનો યાદગાર મેળો
બની રહેશે. તા.11માં મેળાના પ્રારંભના દિવસે સાધુ સંતોના આગમન સમયે તેમના સ્વાગત માટે
પ્રથમવાર અલૌકિક નગરયાત્રા યોજાશે. આ ઉપરાંત ભાવિકોની આસ્થાને ધ્યાને રાખી રવેડીનો
રૂટ દોઢ કિ.મી.હતો તે 500 મીટર વધારી બે કિ.મી.નો કરવામાં આવ્યો છે. સરકારના પ્રવાસન
વિભાગ દ્વારા સમગ્ર રૂટ
પર
ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને રોશનીથી શણગાર કરવામાં
આવશે. તેમજ રવેડીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર અનેક સેલ્ફી પોઈન્ટ,
માહિતી કેન્દ્ર બનાવવામાં આવશે. આજે આ બેઠકમાં
મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું લોન્ચિગ કરવામાં આવ્યું હતું.
સરકાર અને તંત્ર દ્વારા આ વખતે મેળાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવનાર હોવાના દાવાઓ કરવામાં
આવી રહ્યા છે 2019માં પણ આ મુજબના દાવાઓ થયા હતા ત્યારે હવે આગામી મહાશિવરાત્રી મેળામાં
આ દાવાઓ કેટલા અંશે સાર્થક થાય છે એ જોવું રહ્યું.