ચંદિગઢ ટીમનો 136 રનમાં ધબડકો : સૌરાષ્ટ્રના 1 વિકેટે 167
ચંદિગઢ,
તા.29 : પહેલા ઝડપી બોલર્સના શાનદાર દેખાવ પછી બેટર્સના સંગીન દેખાવની મદદથી ચંદિગઢ
સામેના રણજી ટ્રોફી મેચના પહેલા દિવસ જ સૌરાષ્ટ્ર ટીમે વર્ચસ્વ જમાવ્યું છે. ચંદિગઢ
ટીમનો 136 રનમાં ધબડકો થયો હતો. પહેલા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રના 1 વિકેટે 167
રન થયા હતા. આથી સૌરાષ્ટ્ર 31 રને આગળ થયું છે અને 9 વિકેટ અકબંધ છે. નોકઆઉટ રાઉન્ડમાં
પહોંચવા માટે સૌરાષ્ટ્ર માટે આ મેચમાં જીત જરૂરી છે.
પહેલા
દિવસની રમતના અંતે હાર્વિક દેસાઈ 117 દડામાં 9 ચોક્કા - 1 છક્કાથી 80 રને અને જય ગોહિલ
પ9 દડામાં 10 ચોક્કા - 1 છક્કાથી પ9 રને નોટઆઉટ રહ્યા હતા. ચિરાગ જાની 20 રને આઉટ થયો
હતો. સૌરાષ્ટ્રના 38 ઓવરમાં 1 વિકેટે 167 રન થયા હતા.
આ પહેલા
ચંદિગઢ ટીમ 42.1 ઓવરમાં 136 રને ઓલઆઉટ થઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી કપ્તાન જયદેવ ઉનડકટે
4 વિકેટ લીધી હતી. ચિરાગ જાની અને ચેતન સાકરિયાને 2-2 વિકેટ મળી હતી.
ધર્મેન્દ્ર
જાડેજાનું પ્રથમ કક્ષાના 100 મેચ રમવા માટે સન્માન
સૌરાષ્ટ્ર
ટીમના અનુભવી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રથમ કક્ષાના 100 મેચની ઉપલબ્ધિ નિમિત્તે
વિશેષ સન્માન થયું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી ટીમના કપ્તાન જયદેવ ઉનડકટ,
ટીમ મેનેજર મોહનસિંહ જાડેજા અને કોચ નિરજ ઓડેદરાએ ધર્મેન્દ્ર જાડેજાને ફર્સ્ટ કલાસ
ક્રિકેટના 100 મેચ માટે સ્મૃતિ ચિહ્નથી સન્માન કર્યું હતું. ધમેન્દ્ર જાડેજાએ 99 મેચની
16પ ઇનિંગમાં 419 વિકેટ લીધી છે. તેનાં ખાતામાં 26 વખત ફાઇવ વિકેટ હોલ અને 7 વખત એક
મેચમાં 10 વિકેટની ઉપલબ્ધિ છે. સૌરાષ્ટ્રના આ અનુભવી સ્પિનરે 2123 રન કર્યા છે. જેમાં
શ્રેષ્ઠ સ્કોર 90 રન છે.