ડિબ્રુગઢની રેલીમાં કહ્યું, રાહુલે નોર્થ ઈસ્ટનો ગમછો ન પહેરતા આસામ કોંગ્રેસ કેમ ચૂપ ?
નવી દિલ્હી, તા. 30 : કેન્દ્રીય
ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આસામમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર
આકરો પ્રહાર કર્યો હતો અને ગમછા વિવાદ અંગે સવાલ કર્યા હતા. અમિત શાહે પૂછ્યું હતું
કે, જ્યારે રાહુલ ગાંધીએ ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત કાર્યક્રમમાં આસામનો
પારંપરિક ગમછો ન પહેર્યો તો આસામ કોંગ્રેસ તેના ઉપર ચૂપ કેમ છે ? ડિબ્રૂગઢમાં એક જનસભાને
સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, પૂરા કાર્યક્રમમાં માત્ર રાહુલ ગાંધી જ એવા
નેતા હતા જેઓએ નોર્થ ઈસ્ટનો ગમછો પહેર્યો નહોતો. તેઓને ઉત્તર પૂર્વથી એવી કઈ દુશ્મની
છે ?
અમિત શાહે પીએમ મોદીનું ઉદાહરણ
આપતા કહ્યું હતું કે, પીએમ મોદીએ માત્ર દેશમાં જ નહીં પણ યુનો જેવા આંતરરાષ્ટ્રીય મંચ
ઉપર પણ આ ગમછો પહેરીને નોર્થ ઈસ્ટની સંસ્કૃતિનું સન્માન કર્યું છે. કોઈ એક નેતાના વ્યવહારથી
નોર્થ ઈસ્ટની સંસ્કૃતિ કમજોર થશે નહી. રાહુલ ગાંધી ગમે તે કરે નોર્થ ઈસ્ટની સંસ્કૃતિ
હંમેશા વિકસતી રહેશે. તેમણે કહ્યું હતું કે ભાજપ આ ક્ષેત્રની સંસ્કૃતિનું અપમાન સહન
કરશે નહી.