સ્થળ તપાસ દરમિયાન જથ્થામાં ઘટ જણાતા પરવાનો સસ્પેન્ડ કરી દેવાયો
રાજકોટ,
તા.29 : રાજકોટનાં રબારિકા ગામના રેશાનિંગ દુકાનદારે સરકારે ગરીબો માટે ફાળવેલું 6
હજાર કિલો અનાજ કાળાબજારમાં વેચી નાખ્યું હોય તેમ તપાસ દરમિયાન જથ્થામાં ઘટ જણાતા પુરવઠા
અધિકારીએ પરવાનો સસ્પેન્ડ કરી દીધો છે. આ અંગે
જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકાનાં
રબારિકા ગામે સસ્તા અનાજના દુકાનદાર તરીકે નિયુક્ત વારસંકિયા લક્ષ્મીબેન, રામજીભાઇની
દુકાનમાં તાજેતરમાં પુરવઠા નિરીક્ષકોએ તપાસ કરી હતી. જેમાં ઘઉં, ચોખા, ખાંડ, તેલ મળીને
કુલ 6 હજાર કિલો જથ્થાની ઘટ જણાઇ હતી. આથી તંત્રએ આ જથ્થો સિઝ કરી દીધો હતો. દરમિયાન
આ કેસ પુરવઠા અધિકારી સમક્ષ ચાલી જતાં તેઓએ આ પરવાનેદારનો પરવાનો સસ્પેન્ડ કરી દીધો
છે. જથ્થામાં ઘટ ઉપરાંત વેપારીની અન્ય અનિયમિતતાઓ પણ બહાર આવી હતી. જો કે, પરવાનેદારે
આ 6 હજાર કિલો જથ્થાનું શું કર્યું ? તે અંગે સત્તાવાર જાણ કરાતી નથી, પરંતુ પરવાનેદારે
આ જથ્થો બારોબાર કાળાબજારમાં વેચી નાખ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યંy છે.