6ઠ્ઠી ચામુંડા ડુંગર પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 337 ભાઇ-બહેનોએ દોટ મૂકી : બહેનોમાં ચોથા વર્ષે અસ્મિતા કટેશીયાએ પ્રથમ ક્રમાંક અકબંધ રાખ્યો
(ફૂલછાબ
ન્યુઝ)
ચોટીલા
તા.30 : રાજ્યના પવિત્ર યાત્રાધામ અને હજારો લોકોનાં કુળદેવી ચામુંડા માતાજીના ધામ
ચોટીલા ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી ચામુંડાનાં ડુંગર પર્વતની આરોહણ-અવરોહણ સ્પર્ધા સુરેન્દ્રનગર
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં
આવી હતી. આ સ્પર્ધામાં બહેનોએ 8.23 મિનિટ અને ભાઈઓએ 7.04 મિનિટમાં ચોટીલા ચામુંડા માતાજીનો
પર્વત સર કરી પ્રથમ ક્રમાંકે વિજેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ સ્પર્ધામાં
14 થી 18 વર્ષની વય ધરાવતા 253 યુવાનો, 118 યુવતીઓ મળી કુલ 371 સ્પર્ધકોનું રજિસ્ટ્રેશન
થયું હતું. જે પૈકી 337 ભાઇઓ, બહેનોએ સ્પર્ધામા ભાગ લીધો હતો. જેમાં ભાઈઓમાં પંચાળા
સાહિલ અને બહેનોમાં કટેશિયા અસ્મિતા પ્રથમ ક્રમાંકે વિજેતા બનીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત
કર્યો હતો.
રાજ્યમાં
એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ ડુંગર-પર્વત
પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ-2019 સુધી ગુજરાતમાં
માત્ર જૂનાગઢ ખાતે જ ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું પરંતુ ત્યારબાદ પંચમહાલમાં
પાવાગઢ, સાબરકાંઠામાં ઈડર અને રાજકોટમાં ઓસમ પર્વત તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે
પણ જુનિયર ભાઈઓ/બહેનો 14 થી 18 વર્ષ માટે આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી
છે. પ્રાંત અધિકારી હર્ષદ મકવાણાએ વિજેતા સાથે દરેક સ્પર્ધકોને અભિનંદન પાઠવી યુવાઓને
કહ્યું કે જીવન જીવવાનાં તમામ બોધપાઠ આ સ્પર્ધામાંથી મળે છે. જીવનમાં મક્કમ મનોબળથી
ડુંગરની જેમ પગથિયા ચડી ટોચે પહોંચી બેલેન્સ જાળવી રાખવું પડશે.
ઉપસ્થિત
મહાનુભાવોના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ પુરષ્કાર
એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ નંબરે વિજેતા થયેલા ખેલાડીને રૂ. 25,000 દ્વિતિય નંબરને
રૂ.20,000 તૃતિય નંબરને રૂ. 15,000 એમ કુલ મળી 1 થી 25 નંબર સુધી વિજેતા થયેલા ખેલાડીઓને
કુલ રૂ.3,39,000ના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહિત
કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાની ચોટીલા ડુંગર આરોહણ- અવરોહણ સ્પર્ધાના પ્રથમ ટોપ
ટેન વિજેતાઓને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધા સ્પર્ધક
બનશે.
રાજય
કક્ષાની યોજાતી આ સ્પર્ધાનો યોગ્ય રીતે પ્રચાર થતો ન હોવાથી રાજયભરના સ્પર્ધકોને આ
સ્પર્ધાની જાણ થતી નથી જેના કારણે સ્પર્ધકોની સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે. જો સરકાર
દ્વારા આ સ્પર્ધાનો યોગ્ય રીતે પ્રચાર કરવામાં આવે તો સ્પર્ધકોની સંખ્યા ઘણી વધુ થઇ
શકે.
ઉતરતા
સમયે ચાર સ્પર્ધકો સામાન્ય ઇજાગ્રસ્ત થયા
છઠ્ઠી
ચામુંડા ડુંગર આરોહણ અવરોહ સ્પર્ધા દરમ્યાન ઉતરતી વેળાએ ચાર સ્પર્ધકોને સામાન્ય ઇજા
પહોંચી હતી. જેઓને હોમગાર્ડ જવાન અને અન્યો ઉંચકીને નીચે લાવેલા જે પૈકી ત્રણ સ્પર્ધકોને
વધુ સારવારની જરૂર જણાતા તેમને તાત્કાલિક ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
હતા.
બહેનોમા
પ્રથમ ત્રણ વિજેતા
નામ સમય
કટેશિયા
અસ્મિતાબેન 8.23
જાંબુકીયા
રસીલાબેન 9.40
ભવનિયા
શ્રેયાબેન 9.45
ભાઇઓમાં
પ્રથમ ત્રણ વિજેતા
નામ સમય
પંચાળા
સાહિલ મનસુખભાઈ 7.04
ગળસર
મેહુલ 7.09
રાવત
અજયભાઈ 7.28