એરલાઇન્સો માટે ડીજીસીએના નવા સ્પષ્ટ નિયમો, એડવાઇઝરી
નવી
દિલ્હી, તા.30 : જો ફ્લાઇટ રદ થાય અથવા કલાકો
સુધી મોડી પડે તો એરલાઇન્સે કયા લાભો આપવા પડશે
ડીજીસીએ (ભારતની ઉડ્ડયન નિયમનકારી સંસ્થા) એ તે માટે સ્પષ્ટ નિયમો જાહેર કર્યા
છે.
નવા
નિયમો હેઠળ મુસાફરો સંપૂર્ણ રિફંડ, વળતર અને લાંબી રાહ જોવાના કિસ્સામાં ખોરાક, હોટેલ
રહેવાની વ્યવસ્થા અને પરિવહન જેવી સુવિધાઓ મેળવવા માટે હકદાર છે. કોઈ એરલાઇન ફ્લાઇટ
રદ કરે છે તો સંપૂર્ણ રિફંડ આપવું ફરજિયાત છે. એરલાઇન ઓછામાં ઓછા બે અઠવાડિયા અગાઉ
રદ કરવાની સૂચના આપે છે તો મુસાફર રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઇટ વચ્ચે પસંદગી કરી શકે
છે. બે અઠવાડિયાથી ઓછા સમય પહેલાં પરંતુ 24 કલાકથી વધુ સમય પહેલાં રદ કરવાની સૂચના
આપે છે તો મુસાફર રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઇટ વચ્ચે પસંદગી કરી શકે છે. એરલાઇન સમયસર
માહિતી આપવામાં (જુઓ પાનું 10)
નિષ્ફળ જાય છે અથવા તે જ ટિકિટ પર કનેક્ટિંગ ફ્લાઇટ
ચૂકી જાય છે તો મુસાફરીના સમયના આધારે વળતર અને રિફંડ/બીજી ફ્લાઇટ પૂરી પાડવી આવશ્યક
છે.
વળતર
અંગે નિયમ મુજબ 1 કલાક સુધીની ફ્લાઇટ માટે રૂ.5000 , 2 કલાક સુધી : રૂ.7500, 2 કલાકથી
વધુ: રૂ.10,000. એરલાઇન ઇચ્છે તો તે આ રકમના બદલે મૂળ ભાડું અને ઇંધણ ચાર્જ ચૂકવી શકે
છે. ફ્લાઇટ મોડી પડે અને મુસાફરોએ સમયસર ચેક ઇન કર્યું હોય તો એરલાઇન રાહ જોઈ રહેલા
મુસાફરોને ખોરાક અને પીણા જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી આવશ્યક છે. સ્થાનિક ફ્લાઇટ
6 કલાકથી વધુ મોડી પડે તો એરલાઇને 6 કલાકની અંદર બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવી પડશે
અથવા સંપૂર્ણ રિફંડ આપવું પડશે. રાત્રિ ફ્લાઇટ 6 કલાકથી વધુ મોડી પડે અથવા જો વિલંબ
24 કલાકથી વધુ હોય અથવા જો રાત્રિ ફ્લાઇટ (રાત્રે 8 વાગ્યાથી - સવારે 3 વાગ્યા સુધી)
6 કલાકથી વધુ મોડી પડે તો એરલાઇન્સે એરપોર્ટ પર આવવા-જવા માટે હોટેલમાં રહેવાની સુવિધા
અને પરિવહન પૂરું પાડવું આવશ્યક છે.
ઉત્તર
ભારતમાં ઠંડી અને ધુમ્મસનો કહેર : 600 ફ્લાઈટ રદ
ઘણા
ભાગોમાં દ્રશ્યતા શૂન્ય :100 ટ્રેનો પ્રભાવિત
નવી
દિલ્હી, તા.30: સંપૂર્ણ ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગાઢ ધુમ્મસના લીધે
પરિવહન પર માઠી અસર થઈ છે. ગાઢ ધુમ્મસના લીધે 600 ફ્લાઈટ્સ અને 100થી પણ વધુ ટ્રેનો
પ્રભાવિત થઈ છે. ઈન્ડિગો દ્વારા ખરાબ હવામાન તથા ઓપરેશનલ સંજોગોને અનુસંધાને 118 ફ્લાઈટ્સ
રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગની જાણકારી અનુસાર આવનારા દિવસોમાં તાપમાનમાં 4-પ
ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે. ગાઢ ધુમ્મસના પરિણામે એકલા દિલ્હી એરપોર્ટની જ 128 ફ્લાઈટ્સ
રદ કરવામાં આવી છે. જ્યારે 8 ફ્લાઈટને બીજા શહેરોમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. અંદાજે
470 ફ્લાઈટ્સ સરેરાશ રપ મિનિટ મોડી થઈ હતી.
ઈન્ડિગો
એરલાઈન દ્વારા ખરાબ હવામાનને લીધે 80 જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તેમાં દિલ્હી,
મુંબઈ, બેંગલુરુ, કોચી, હૈદરાબાદ, કોલકતા, ચંદીગઢ, દેહરાદૂન, ભોપાલ સહિતની ઘણી ફ્લાઈટ્સનો
સમાવેશ થાય છે.
એરલાઈનના
સૂચન મુજબ દિલ્હી તથા ઉ.ભારતમાં ધુમ્મસના લીધે દ્રશ્યતામાં ઘટાડો થયો છે. અમૃતસર, આદમપુર, પઠાણકોટ, ચંદીગઢ, દહેરાદૂન, ચંદીગઢ એરસ્ટેશન,
મધ્યપ્રદેશ અને ગ્વાલિયર સહિતના ઘણા શહેરોમાં દ્રશ્યતા શૂન્ય મીટર જોવા મળી હતી.
વર્ષના
છેલ્લા અઠવાડિયામાં પડતી ગાઢ ધુમ્મસે રેલવે સેવાને પણ પ્રભાવિત કરી છે. રાજધાની, તેજસ
સહિતની ઘણી ટ્રેનો 16 થી 17 કલાક મોડી પડી હતી. 100 થી પણ વધુ ટ્રેનો મોડી પડવાના લીધે
યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ભારતીય
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ભારતમાં હજુ પણ વધુ ધુમ્મસ અને ઠંડી પડવાની વકી
છે. તેના લીધે આવનારા દિવસોમાં તાપમાન 4-પ ડિગ્રી સુધી નીચું જવાનો અણસાર છે.