1 જાન્યુઆરીથી ક્રેડિટ સ્કોર, યુપીઆઈ અને પાન-આધાર સાથે જોડાયેલા નિયમો બદલાશે
નવી
દિલ્હી, તા.30: વર્ષ ર0રપ પૂર્ણતાની આરે છે, 31 ડિસેમ્બરે ફક્ત કેલેન્ડર વર્ષ બદલવાનું
નથી પણ સામાન્ય માણસ માટે 1 જાન્યુઆરી 2026ની સવાર બેંકિંગ, ટેક્સેશન, ડિજિટલ પેમેન્ટ
અને રોકાણ સાથે જોડાયેલા મોટા ફેરફારો લઈને પણ આવી રહી છે.
ક્રેડિટ
સ્કોરના નિયમોમાં મોટો ફેરફાર:
તા.
1 જાન્યુઆરીથી ક્રેડિટ સ્કોર અપડેટ થવાના નિયમોમાં મોટો ફેરફાર આવી રહ્યો છે, જેમાં
અત્યાર સુધી માસિક ધોરણે થતું રિપોર્ટીંગ હવે સાપ્તાહિક કરવામાં આવશે. આ કારણે લોન
ધારકોએ વધુ સચેત રહેવુ પડશે કારણ કે, ઈએમઆઈ કે ક્રેડિટ કાર્ડમાં બિલની ચુકવણીમાં માત્ર
એક દિવસનો વિલંબ પણ તરત જ તમારા ક્રેડિટ સ્કોરને નીચે લાવી શકે છે. જ્યારે શિસ્તબદ્ધ
ગ્રાહકોનો સ્કોર પહેલા કરતા વધુ ઝડપથી સુધરશે, જેના પરિણામે બેંકો પાસેથી લોન મેળવાની
પ્રક્રિયા સરળ બનશે.
નાની
બચતનાં વ્યાજદરમાં ઘટાડો શક્ય
આરબીઆઈએ
હાલમાં જ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને પ.રપ ટકા કર્યો છે. જ્યારે રેપો રેટ ઘટે છે ત્યારે
બેંક અને સહકારી બચત યોજનાઓનાં વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. ઉંચા વ્યાજદરનો લાભ લેવા
માંગતા રોકાણકારોએ 31 ડિસેમ્બર પહેલા રોકાણ કરવું હિતાવહ છે જેથી વ્યાજદર નિશ્ચિત કરી
શકાય.
આઈટી
રિટર્ન ફાઈલિંગ: 31 ડિસેમ્બર છેલ્લી તક
31
ડિસેમ્બર વિલંબથી રિટર્ન ભરવાની છેલ્લી તક છે, જો આ તક ચૂકી ગયા તો ભવિષ્યમાં રિટર્ન
ભરવા માટે લોકોને ભારે દંડ ચુકવવો પડશે અને જૂના ટેક્સ રિફન્ડ મેળવવાનો અધિકાર પણ ગુમાવવો
પડશે.
યુપીઆઈ
અને ડિજિટલ પેમેન્ટ નિયમો:
ગુગલ
પે, ફોન પે અને વોટ્સએપ જેવા માધ્યમો માટે સરકાર અને આરબીઆઈ વધારાના સુરક્ષા સ્તર અને
કડક કેવાયસી નિયમો લાવી રહી છે. ઉપરાંત નવા નિયમ અંતર્ગત મોબાઈલ નંબર વેરિફિકેશન અને
યુઝર અકાઉન્ટ લિંક થકી ફ્રોડ અકાઉન્ટસ દ્વારા થતી છેતરપિંડી અટકાવી શકાય.