• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

વર્લ્ડ ચેમ્પિયન ગુકેશની 12 વર્ષીય ખેલાડી સામે સનસનીખેજ હાર

નવી દિલ્ડી, તા.30 : વર્લ્ડ ચેમ્પિયન ભારતનો યુવા ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ ફિડે વર્લ્ડ બ્લિટઝ ચેમ્પિયનશિપમાં ઉલટફેરનો શિકાર બન્યો છે. ગુકેશને 12 વર્ષના માસ્ટર સર્ગેઇ સ્લોકિન સામે હાર સહન કરવી પડી છે. આ મુકાબલો સ્પર્ધાના ત્રીજા રાઉન્ડનો હતો. વર્લ્ડ ચેમ્પિયન ગુકેશની બ્લિટઝ રેટિંગ 2628 છે. જે 12 વર્ષીય સ્લોકિનથી 228 વધુ છે. સ્લોકિને 70 ચાલ પછી ગુકેશને માત આપી સનસનીખેજ જીત મેળવી હતી. આ ખેલાડી વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપનો પણ હિસ્સો હતો. જેમાં તે 90મા સ્થાને રહ્યો હતો. 2013માં જન્મેલ સર્ગેઇ સ્લોકિન અરધો આર્મેનિયાઇ અને અરધો રશિયન છે. તે કોઇ દેશના નહીં પણ ફેડરેશનના ઝંડા નીચે રમે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક