• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ભારતીય મહિલા ટીમે શ્રીલંકાની 5-0થી ક્લીનસ્વીપ કરી પાંચમા અને અંતિમ ઝ-20 મેચમાં 15 રને વિજય

હરમનપ્રિત કૌરની 68 રનની કેપ્ટન ઇનિંગ

તિરૂવનંથપૂરમ તા.30: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્ષનો અંત શ્રીલંકા ટીમનો પ-0થી કલીન સ્વીપથી કર્યોં છે. આજે રમાયેલા પાંચમા અને અંતિમ ટી-20 મેચમાં શ્રીલંકા વિરૂધ્ધ ભારતનો 1પ રને વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ હરમનપ્રિત કૌરની 68 રનની કેપ્ટન ઇનિંગ પછી બોલરોના સહિયારા દેખાવથી 176 રનનો વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ શ્રીલંકન મહિલા ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 160 રન સુધી પહોંચી શકી હતી. શ્રીલંકા તરફથી હસીના પરેરાએ 42 દડામાં 6પ અનેઇમેશા દુલાનીએ પ0 રનની ઝડપી ઇનિંગ રમી હતી. બાકીની તમામ લંકન બેટર્સ નિષ્ફળ રહી હતી. ભારતીય મહિલા ટીમે ટી-20માં ચોથીવાર હરીફ ટીમનો સંપૂર્ણ સફાયો કર્યોં છે. ભારતની તમામ 6 બોલરને 1-1 વિકેટ મળી હતી.

અગાઉ શ્રીલંકાની કપ્તાન ચમિરા અટાપટુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. તેનો આ નિર્ણય શરૂમાં યર્થાથ સાબિત થયો હતો. ભારતે ઇન ફોર્મ ઓપનર શેફાલી વર્મા (પ), ડેબ્યૂ મેચ રમી રહેલ 17 વર્ષીય જી. કમલિની (12), હરલીન દેઓલ (13) અને રિચા ઘોષ (પ) સસ્તામાં આઉટ થઇ હતી. ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા પણ 7 રન જ કરી શકી હતી. આથી ભારતીય મહિલા ટીમે 77 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની આ સ્થિતિમાં હરમનપ્રિત કૌરે 43 દડામાં 9 ચોક્કા અને 1 છક્કાથી 68 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. તેના સાથમાં અમનજોત કૌરે 18 દડામાં 21 રન કર્યાં હતા. જયારે અરૂંધતી રેડ્ડી માત્ર 11 દડામાં 4 ચોક્કા-1 છક્કાથી આક્રમક 27 રને નોટઆઉટ રહી હતી. સ્નેહ રાણા 8 રને અણનમ રહી હતી. આથી ભારતીય મહિલા ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 17પ રન થયા હતા. શ્રીલંકા તરફથી કવિશા, રશ્મિકા અને ચમિરાએ 2-2 વિકેટ લીધી હતી. ભારતીય ઇલેવનમાં સ્મૃતિ મંધાનાને રેસ્ટ અપાયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક