કોલકતા, તા.30: પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં રાજકીય હલચલ અને આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થવા સાથે જ ધગધગતો થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બંગાળનાં પ્રવાસ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ હુમલો બોલાવતા મોદી અને શાહ માટે વિવાદાસ્પદ ઉપમા આપીને કહ્યું હતું કે, શકુનિનાં ચેલા દુશાસન બંગાળમાં જાણકારી એકત્ર કરવા આવ્યા છે. ચૂંટણી નજીક આવે એટલે તુરંત જ દુશાસન અને દુર્યોધન દેખાવા લાગે છે. આ લોકો કહે છે કે, ઘૂસણખોરો માત્ર બંગાળથી જ આવે છે. જો આવું હોય તો શું પહલગામ હુમલો તમે કર્યો હતો? દિલ્હીની ઘટના પાછળ કોણ હતું?
દરમિયાન
આજે કોલકતામાં શાહે દાવો કર્યો હતો કે, બંગાળની પીચ ઉપર ભાજપ ધૂરંધર બેટધર પુરવાર થશે.
2014થી 2025 સુધીની ભાજપની બેઠકો અને વોટ શેરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ ભવિષ્યવાણી
માત્ર હવામાં વાતો નથી બલ્કે નક્કર આધાર ઉપર ટકેલી છે. તેમણે વિશ્વાસ પ્રગટ કર્યો હતો
કે, 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જ સરકાર બનશે. તેમણે આગળ કહ્યું
હતું કે, ઘૂસણખોરી રોકવાનાં મુદ્દે થશે આ ચૂંટણી કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો
છે. અમિત શાહે આગળ કહ્યું હતું કે, મમતા બેનરજી ચૂંટણીનાં લાભ માટે બાંગ્લાદેશી ઘૂસણખોરોને
પોષી રહ્યાં છે.
પશ્ચિમ
બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહ પર આકરા પ્રહાર કરતાં પૂછ્યું કે બંગાળમાં આતંકવાદી નેટવર્ક સક્રિય છે, તો
શું કાશ્મીરમાં પહેલગામ હુમલા માટે કેન્દ્ર સરકાર જવાબદાર હતી ? જ્યારે કેન્દ્ર સરકાર
દેશમાં આતંકવાદને નિયંત્રિત કરવાનો દાવો કરે છે ત્યારે પહેલગામ હુમલો કેવી રીતે થયો
?
મમતા
બેનર્જીએ બંગાળમાં આતંકવાદી નેટવર્ક સક્રિય હોવાના અમિત શાહનાં નિવેદન પર આવી પ્રતિક્રિયા
આપી હતી. બાંકુરા જિલ્લાના બિરાસિંહપુરમાં એક રેલીને સંબોધતા બંગાળને આતંકવાદી કેન્દ્ર
કહેવા બદલ અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે જો જમ્મુ અને કાશ્મીરમાં કોઈ
આતંકવાદી નથી તો પહેલગામમાં હુમલો કેવી રીતે થયો ? દિલ્હીમાં ઘટના પાછળ કોણ હતું ?