• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

સાડી પહેરીને સોળસો મીટરની દોડ! હોમગાર્ડ બનવાનાં સપનાની હોડ

ઝારખંડનાં રામગઢમાં હોમગાર્ડની ભરતી માટે દેશમાં અન્યત્ર જોવા મળે તેવો જ ઉત્સાહ યુવાનો અને મહિલાઓમાં જોવા મળ્યો પણ આ તૈયારી દરમિયાન એક એવું દૃશ્ય સામે આવ્યું જેણે મેદાનમાં હાજર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. એક ડિફેન્સ એકેડેમી દ્વારા 1600 મીટરની દોડનું ટ્રાયલ યોજવામાં આવ્યું હતું. આ ટ્રાયલમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. જોકે, મહિલાઓની દોડે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું! અનેક મહિલાઓ સાડી પહેરીને જ 1600 મીટરની દોડમાં ઉતરી હતી. તેમણે સાડીને પોતાની તૈયારીના માર્ગમાં અડચણ બનવા દીધી નહીં અને પૂરી ઊર્જા સાથે દોડ પૂર્ણ કરી હતી. મેદાનમાં સાડી પહેરેલી મહિલાઓને દોડતી જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જે વસ્ત્રોમાં મહિલાઓ સામાન્ય રીતે ઘરેલુ અને સામાજિક જવાબદારીઓ નિભાવતી જોવા મળે છે, એ જ સાડીમાં તેઓ ભરતીની કઠિન શારીરિક પરીક્ષાની તૈયારી કરતી નજરે પડી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક