-70થી
વધુ પોલીસ જવાનો મેદાનમાં ઉતર્યા : અનિરુદ્ધાસિંહના ઘર-વાડી સહિત અનેક સ્થળે દરોડા,
ફરાર ધ્રુવરાજાસિંહની શોધખોળ તેજ
ગોંડલ,
તા. 6: ગોંડલ તાલુકાના સડક પીપળિયા ગામની સીમમાં દેવીપૂજક પરિવાર પર જીવલેણ હુમલો અને
હવામાં બે રાઉન્ડ ફાયારિંગની ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. મુખ્ય
આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા રીબડા અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે મોટાપાયે
સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસે અનેક ઘરો, વાડીઓ, ખેતરો અને હાઇવે પર સઘન તપાસ
કરી હતી.
રેન્જ
ડીઆઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયાસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ
ગોંડલ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નેતૃત્વમાં એલસીબી, એસઓજી અને ગોંડલ
ડિવિઝનની ટીમોના 70થી વધુ પોલીસ જવાનો ઓપરેશનમાં જોડાયા હતા. પોલીસની ટીમોએ રીબડા અને
સડક પીપળીયા વિસ્તારમાં સંભવિત સ્થળોએ કોમ્બિંગ હાથ ધરી મુખ્ય આરોપી ધ્રુવરાજાસિંહ
રાજેન્દ્રાસિંહ જાડેજાની શોધખોળ તેજ કરી હતી.
બનાવની
વિગતો મુજબ, સડક પીપળિયા ગામની સીમમાં બકરા ચરાવવાના મુદ્દે દેવીપૂજક પરિવાર સાથે થયેલા
વિવાદ બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને હવામાં ફાયારિંગ થયું હતું. હુમલામાં
એક મૂકબધીર યુવાનને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. બનાવ બાદ તાલુકા પોલીસે હત્યાની
કોશિશ, રાયોટ અને આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ધ્રુવરાજાસિંહ સહિત છ સામે ગુનો નોંધ્યો
હતો.
પોલીસે
કરણ સુનિયા બામણિયા, અરમાન મયુદ્દીન હોથી, સમીર કાસમ વિસળ, સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઈ
ઝાલા અને એક સગીર સહિત પાંચને ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી ધ્રુવરાજાસિંહ હજુ
ફરાર છે. સર્ચ દરમિયાન અનિરુદ્ધાસિંહ જાડેજાના નિવાસસ્થાન અને વાડીમાં પણ તપાસ કરવામાં
આવી હતી.
એસપી
વિજયાસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી દરોડા અને સર્ચ
ઓપરેશન યથાવત્ રાખવામાં આવશે. પોલીસના સતત કોમ્બિંગથી સમગ્ર રીબડા પંથકમાં ભારે પોલીસ
બંદોબસ્ત જોવા મળ્યો હતો.