• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: અરવિંદભાઇ દેવરાજભાઇ લાઠિયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા તથા  જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 897મું ચક્ષુદાન થયું છે.

રાજકોટ: રમેશકુમાર અમૃતલાલ પરમાર (ઉં.81) તે હિરેનભાઈના પિતા, હેમંતભાઈના ભાઈ, મિતરાજ પ્રવીણકુમાર પરમારના કાકાનું તા.રપ ના અવસાન થયું છે. બેસણુ તા.ર8 નાં 4 થી 6 દ્વારકાધીશ હાઈટ્સ, કોમ્યુનિટી હોલ, શીતલ પાર્ક પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: (મૂળ દલખાણીયા) નિવાસી હાલ રાજકોટ સ્વ.લાલજીભાઈ ભગવાનજીભાઈ રાજ્યગુરૂ (ઉ.82) તે અશ્વિનભાઈ રાજ્યગુરૂ, સોનલબેન, રાજેશ્વરીબેનના પિતાનું તા.રપ ના અવસાન થયું છે. બેસણુ તા.ર8 નાં સાંજે 4 થી 6 અલકેશ્વર મહાદેવ મંદિર, અલકાપુરી સોસાયટી, હનુમાન મઢી પાસે, રાજકોટ છે.

જસદણ: ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ આટકોટ નિવાસી પ્રભાબેન નારણજીભાઈ જાની (ઉ.96) તે દિનેશભાઈ, રાજેશભાઈ, અશ્વિનભાઈ, સુરેશભાઈના માતા, ધર્મેન્દ્રભાઈ તથા નયનભાઈ જાની તેમજ મયુરીબેન એચ. જોશી, ભારતીબેન એસ. પંડયાના ભાભુ, જતીન તથા જય તેમજ ફોરમબેન કે. વ્યાસ, રૂદ્ર ખંજનના દાદીનું તા.ર6 ના અવસાન થયું છે. બેસણુ તા.ર8 નાં સાંજે 4 થી 6 સતિલોયણ માતાજીના મંદિરે, આટકોટ છે.

રાજકોટ: કિશોરચંદ્ર હરગોવિંદદાસ શાહ (ભાડલાવાળા) તે સ્વ.હરગોવિંદદાસ ઉજમશીભાઈ શાહના પુત્ર, કલ્પેશ, હિતેશ, હીનાબેન ભાવિકભાઈ શાહ, સ્મિતાબેન હિમાંશુભાઈ મેહતા, પ્રીતિબેન સિદ્ધાર્થ કુમાર શાહના પિતા, રૂપાબેન, દિશાબેનના સસરા, પ્રિયાંશી વૈભવ દેસાઈ અને દર્શીના દાદા, પક્ષાલ, ઋત્વિ, યશવી, જૈનમ અને પ્રિન્સીના નાના, સ્વ.જયસુખલાલ, સ્વ.રસિકભાઈ, ઈન્દુબેન ભોગીલાલ દેસાઈ, રંજનબેન દિનેશકુમાર કોઠારીના ભાઈનું તા.ર4 ના અવસાન થયું છે. તા.ર8 ના સોમવારે 10:30 કલાકે અભય ભારદ્વાજ હોલ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ છે.

ગોંડલ: મૂળ રાજકોટ હાલ ગોંડલ વાલમ બ્રાહ્મણ પરિવારના સ્વ.મધુસૂદનભાઈ વ્રજલાલ પંડયા (મધુભાઈ) ના પત્ની મીરાબેન (ઉ.65) તે હનીબેન પ્રતિકભાઈ ઠાકરના માતા, વિનોદભાઈ (નિવૃત્ત એસ.ટી.), મુકેશભાઈ (ગટુભાઈ) (નિવૃત્ત એસ.ટી.) ના નાનાભાઈના પત્ની, કિશનભાઈ, કીર્તનભાઈના કાકી, સ્વ.શાંતિલાલ દયાશંકર જોશીના દીકરી, સ્વ.કિશોરભાઈ, સ્વ.જનકભાઈ, રાજેન્દ્રભાઈ, હિતેષભાઈના બહેનનું તા.રપ નાં અવસાન થયું છે. બેસણુ તા.ર8 ના બપોરે 4 થી 6, હેમવાડી, સ્ટેશન રોડ, ગોંડલ છે.

રાજકોટ: ગુર્જર સુતાર ખીરસરાવાળા હાલ રાજકોટ પ્રવિણભાઈ વલ્લભભાઈ મેસવાણીયા (વિરાટ એન્જીનીયર્સ) તે કલ્પેશભાઈ, ભાવેશભાઈ, હસ્મિતાબેન મુકેશકુમાર વડગામા, પ્રજ્ઞાબેન જીતેન્દ્રકુમાર વડગામા, હર્ષાબેન દિપકકુમાર છનીયારાના પિતા, સ્વ.જયંતિભાઈ સવજીભાઈ વડગામા (સરા) ના જમાઈનું તા.25 ના અવસાન થયું છે. બેસણુ તા.28 ના સાંજે 4:30 થી 6 દરમિયાન પંચશીલ હોલ, પંચશીલ સોસાયટી મેઈન રોડ, દોશી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક