• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

avshan nodh

રાજકોટ: ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ પ્રશાંતભાઈ પંડયા (ઉં.52) તે સ્વ.જશવંતરાય ભાઈશંકર પંડયાના પુત્ર, દીયાના પિતાનું તા.ર4 ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણુ તા.ર8 ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન સ્વામી વિવેકાનંદ ટાઉનશીપ, એ-િવંગ, 601- સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, રાજકોટ ખોત છે.

અંજાર: વસંતબેન કાથરાણી (ઉં.75) તે સ્વ.મગનલાલ નરસીભાઈના પત્ની, રાજેશના માતા, ચાર્મી, વિનાયકના દાદીમા, ક્રિન્સી, ધ્રુવીના મોટા દાદી, અંકિતાના સાસુ, રાધિકાબેનના મોટા સાસુ, સ્વ.બધીબેન કુંવરજીભાઈ રાણાના પુત્રી, સ્વ.રંભાબેન દયારામભાઈ, સ્વ.શાંતાબેન ચુનીલાલના નાનાભાઈના પત્ની, વિજયાબેન શાંતિલાલભાઈ, ભારતીબેન હરીલાલભાઈ, અરૂણાબેન હરજીવનભાઈના ભાભી, સ્વ.દેવજીભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.પ્રેમીલાબેન દયાળજીભાઈ પુજારા, સ્વ.વનીતાબેન પ્રવિણભાઈ ભીન્ડે, ગં.સ્વ.મંજુલાબેન ગોરધનદાસ મીરાણીના બહેનનું તા.22ને મંગળવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ને શુક્રવારે સાંજે 4-30 થી 5-30, સારસ્વત બ્રાહ્મણ બોર્ડિંગ, રામઓટા પાસે, નિંગાળીયા ફળીયુ, અંજાર ખાતે બંન્ને પક્ષની સાથે છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: વસંતબેન કેસરીયા (ઉં.80) તે સ્વ.વસંતલાલ અમૃતલાલ કેસરીયાના પત્ની, સ્વ.નંદલાલ પુજારા, સ્વ.રતિલાલ પુજારા, સ્વ.ભીખાલાલ પુજારા, સ્વ.ચંદ્રકાંતભાઈ પુજારા, સ્વ.હર્ષદભાઈ પુજારા તથા તનસુખભાઈ પુજારાના બહેનનું તા.23ના અવસાન થયું છે.

મોરબી: દક્ષાબેન (ઈલુબેન) ભટ્ટ તે બકુલભાઈ (અમરેલી)ના પત્ની, સનતભાઈ નર્મદાશંકર ભટ્ટના દીકરી તથા નીરજભાઈ, શર્મીલાબેન દીપકકુમાર જોષી અને ધ્વનીબેન કમલકુમાર પંડયાના બહેનનું તા.21ને સોમવારે અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા.26ને શનિવારે સાંજે 4 થી 6, માતૃછાયા, આનંદનગર, શેરી નં.2, શનાળા બાયપાસ પાસે, મોરબી ખાતે છે.

રાજકોટ: ગોંડલ નિવાસી હાલ લંડન સતીષકુમાર રતિલાલ પીપળીયા તે સ્વ.ચુનીલાલ ચત્રભુજ મહેતાના જમાઈ તથા મહેન્દ્રભાઈ, મુકુંદભાઈના બનેવીનું લંડન મુકામે તા.22ના અવસાન થયું છે. સાદડી તા.25ને શુક્રવારે સાંજે 4-30 થી 5-30, નિવાસ સ્થાન, જનકલ્યાણ એપાર્ટમેન્ટ, 5-સરદારનગર મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ નિરંજનાબેન હરસુખરાય ભટ્ટ (ઉં.82) તે સ્વ.હરસુખરાય ભટ્ટ (આરડીસી બેંક રાજકોટ)ના પત્ની, જીગ્નેશ હરસુખરાય ભટ્ટ, મિલન હરસુખરાય ભટ્ટ, શ્રુતિ વિશાલ વીરડીયાના માતુશ્રી તેમજ ડો.નૈસર્ગી હર્ષ પંડયાના દાદીમા અને ચેતના જીગ્નેશ ભટ્ટ તથા પારૂલ મિલન ભટ્ટના સાસુનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ને શનિવારે બપોરે 3-30 થી 5-30, એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનીટી હોલ, એસ્ટ્રોન સોસાયટી, અમીન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક