સૌરાષ્ટ્ર
બાજ ખેડાવાળ યુવક મંડળ જૂનાગઢના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ દવેનું અવસાન, કાલે પ્રાર્થના સભા
જૂનાગઢ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ યુવક મંડળ- જૂનાગઢના પૂર્વ પ્રમુખ, જ્ઞાતિ અગ્રણી દિલીપભાઇ કૃપાશંકર
દવે (ઉ.66) (નિવૃત્ત ખેતીવાડી ખાતુ જિલ્લા પંચાયત)તે લાભકુંવરબેન કૃપાશંકર દવેના પુત્ર,
સ્વ. નયનાબેન દવેના પતિ, નિર્મળભાઇ, હિરલબેન
કલ્પેશકુમાર મેર (આણંદ)ના પિતા, ભગવતીબેન વિનોદભાઇ પારેખ (એસો. પ્રાધ્યાપક-બીરસામુંડા
યુનિવર્સિટી-રાજપીપળા)ના સસરા, જયેશભાઇ (પોસ્ટ
ઓફિસ), સ્વ. ઇન્દુબેન ચન્દ્રેશકુમાર દવે, સ્વ. દક્ષાબેન તથા માધવીબેન ઘનશ્યામભાઇ મહેતા
(મોટી કુંકાવાવ)ના મોટાભાઇ, રૂપલબેન દવેના જેઠ, અચ્યુત અને ડો. જાહ્નવી દવેના મોટા
બાપુજી, રમ્યના દાદા, જીયા અને મોહકના નાનાનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થના સભા
તા.24ને ગુરૂવારે સાંજે 4 થી 6 રાયજીબાગ કોમ્યુનીટી હોલ, શેરી નં.9, મોતીબાગ પાસે,
જૂનાગઢ ખાતે રાખેલ છે. મો.નં. 70169 31200/ 94272 12950.
બાબરા
તાપડિયા આશ્રમના મહંત ઘનશ્યામદાસજી મહારાજના માતાનું અવસાન
બાબરા:
તાપડિયા આશ્રમના મહંત શ્રી શ્રી 108 મહામંડલેશ્વર ઘનશ્યામદાસજી મહારાજના માતા મુકતાબેન
જીવરામ બાપુ નિમાવત ગામ ઇંગોરાળા (ગિરા) તાલુકો ગઢડા, જિ. બોટાદનું તા.22 ના અવસાન
થયું છે. બેસણું તા.25ના બપોર પછી તેમના નિવાસસ્થાને ઇંગોરાળા (ગિરા) તાલુકો ગઢડા જિલ્લો
બોટાદ છે.
ચક્ષુદાન
રાજકોટ:
ચેતનભાઇ કાંતિલાલ વિરાણીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન, દેહદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન,
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 895મું ચક્ષુદાન થયું છે.
રાજકોટ: રાજેશભાઇ મોરારજીભાઇ ચંદારાણા (ઉ.55) (સ્કાય કીંગ
કુરીયર વાળા) તે મનીષભાઇ જયંતીભાઇ પાંધીના જમાઇ, પાર્થ, હેપીના પિતા, સ્વ. મનસુખભાઇ,
સ્વ. જીતેન્દ્રભાઇ, સ્વ. ચંદ્રેશભાઇના નાનાભાઇનું અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની
સાદડી તા.24ના સાંજે 4 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ
છે.
રાજકોટ:
સ્વ. સોની લાલજીભાઇ વનમાળીદાસ પારેખ (સરધાર વાળા) હાલ રાજકોટના પુત્ર સોની રમેશભાઇ
(ઉ.69) તે સ્વ. ગુણવંતભાઇ, જગદીશભાઇ, નરેશભાઇ, હિતેશભાઇ, મીનાબેન, રમાબેનના ભાઇ, સંદિપભાઇ,
અંકુરભાઇ, છાયાબેન મયુરકુમાર ફીચડીયાનાં પિતા, યશ્વી, હાર્દિ, બ્રિન્દા, પર્વ, ગર્વનાં
દાદા, સોની હીરાલાલ ધનજીભાઇ પાટડિયા (વાંકાનેર વાળા)નાં જમાઇનું તા.22નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.24નાં
4 થી 5-30 મેઘાણી રંગ ભુવન, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગર:
જામનગર નિવાસી મુળ ખંભાળિયા તાલુકાના મેયર સાહેબ ગામના વતની જયેન્દ્રસિંહ સતાજી જાડેજા
તે રાજભાના નાના ભાઈ, હાર્દિકસિંહના કાકા, આદિત્યસિંહ, હિનરાજસિંહના પિતાનું તા.23ના
અવસાન થયું છે. બેસણું તા.24ના 5 થી 6, ગાયત્રી મંદિર, પોલીસ ચોકીની બાજુમાં, ખોડિયાર
કોલોનીના નાકે, જામનગર છે.
જામનગર:
ભાનુબેન જેન્તીલાલ નિમાવત (ઉ.93) તે સ્વ.કિરીટભાઈ, હરીશભાઈ, જનકભાઈ નિમાવતના માતાનું
તા.રર ના અવસાન થયું છે. બેસણુ તા.24 ના રોજ સાંજે પ થી પ:30 કાશી વિશ્વનાથ મહાદેવ
મંદિર, કે.વી.રોડ, જામનગર છે.
તોરી:
કુંકાવાવ તાલુકાના તોરી નિવાસી હંસરાજભાઈ ભુરાભાઈ હરખાણી (ઉ.65) તે પ્રભાબેન હંસરાજભાઈ
હરખાણીના પતિ, તોરી હરખાણી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના મહામંત્રી પરેશભાઈ હંસરાજભાઈ હરખાણી,
હરેશભાઈ હરખાણી, ઘનશ્યામભાઈ હરખાણી (સુરત) ના પિતા, લવાભાઈ ભૂરાભાઈ હરખાણી, ગોપાલભાઈ
હરખાણી, ઠાકરશીભાઈ હરખાણી, મનુભાઈ હરખાણીના ભાઈ, ક્રિશભાઈ પરેશભાઈ હરખાણી, આદિત્ય હરેશભાઈ
હરખાણી, જયભાઈ ઘનશ્યામભાઈ હરખાણી (સુરત) ના દાદાનું તા.રર ના અવસાન થયું છે.
ગોંડલ:
સ્વ.સુરેશભાઈ ચુનીભાઈ છાંટબાર (સુરેશ્વર પરોઠા હાઉસવાળા) ના પુત્ર મનીષભાઈ (ઉ.47) તે
યશવંતભાઈના ભત્રીજા, રાજેશભાઈના નાનાભાઈ, સંજનાબેનના પતિ, ક્રિસ અને હાર્દના કાકા,
ટીસા, મિસ્ટી અને શીવાયના પિતા, ઉત્તમભાઈ હરિલાલ બોસમિયાના જમાઈનું તા.ર3 ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.ર4 ના સાંજે 4 થી 6, હેમવાડી, સ્ટેશન રોડ, ગોંડલ છે.
રાજકોટ:
પ્રતિભાબેન ધોળકીયા તે મધુકર પદ્મનાભ (બબલાભાઈ) ધોળકીયાના પત્ની, હેતસ્વી તથા વર્ચશ્વીનના
માતા, રોહીતભાઈ, પરંજયભાઈ, સ્વ.રેણુકાબેન સ્વાદિયા, ગીતાબેન બચુના ભાભી, સ્વ.વામનપ્રસાદ
દેસાઈના પુત્રી, સ્વ.કૈવલ્યભાઈ, સ્વ.બ્રમ્હેશભાઈ, હિતાર્થભાઈ, નિસ્પૃહાબેન, સુલભાબેન
પંડયાના બહેનનું તા.રર ના અવસાન થયું છે. કોઈપણ પ્રકારના લૌકિક વ્યવહારો રાખેલ નથી.
રાજકોટ:
રમેશચંદ્ર જમનાદાસ રાણપરા (દિનેશભાઈ) (ઉ.68) તે જમનાદાસ વનમાળીદાસ રાણપરાના પુત્ર,
સ્વ.પ્રવિણચંદ્ર, સ્વ.ધીરજલાલ, સ્વ.લલિતભાઈ, ભરતભાઈ, જગદીશભાઈ તથા સુરેશભાઈના ભાઈ,
વિશાલભાઈ, વિજયભાઈ, જીજ્ઞાશાબેન નિતીનકુમાર પારેખનાં પિતા, રોનક, શૌર્ય અને હેત્વીના
દાદા, તે સ્વ.ધીરજલાલ જમનાદાસ માંડલીયાના જમાઈ, તે સ્વ.દિલીપભાઈ અને નિતીનભાઈના બનેવીનું
તા.ર3 ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.ર4 નાં સવારે 10:30 થી 12 કલાકે વાઘેશ્વરીની
વાડી, રામનાથપરા છે.
રાજકોટ:
મંજુલાબેન કોટેચા (ઉં.82) તે સ્વ.ત્રિભોવનદાસ હીરજીભાઈ કોટેચા (ભાણવડ) ના પત્ની, દિલીપભાઈ,
જીજ્ઞેશભાઈ, રીટાબેન રાજેશકુમાર રૂપારેલીયાના માતા, ઋષિકાના દાદીનું તા.રર ના અવસાન
થયું છે. બેસણુ તા.ર4 નાં સાંજે 4:30 થી પ:30 પિયર પક્ષની સાદડી સાથે ભગવાનજીભાઈ આંબાભાઈ
સવજાણી (ધ્રાફાવાળા), ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, 80 ફૂટ રોડ, રાજકોટ
છે.
તાલાલા-ગિર:
નરોત્તમદાસ મોહનલાલ લુક્કા (ઉકાભાઈ રસુલપરાવાળા) (ઉ.79) તે પ્રવીણભાઈનાં મોટાભાઈ, વિજયભાઈ
(મુનાભાઈ), હિતેશભાઈ, મધુબેન વિજયભાઈ કાનાબાર (રાજકોટ), અનસુયાબેન રમેશકુમાર મશરૂ (સાસણ)
ના પિતાનું તા.ર1 ના અવસાન થયું છે.
જૂનાગઢ:
ત્રિવેણીબેન મુકુન્દરાય પંડયા (ઉ.87) તે ભરતભાઈ, ભાવેશભાઈ (રાજકોટ), દર્શનાબેન દવે
(બેંગલોર) ના માતાનું તા.ર0 ના અવસાન થયું છે. બેસણુ તા.ર4 ના સાંજે 4 થી 6 ગાંધીગ્રામ,
શિશુમંગલ પાસે, રાજગોર વિદ્યાર્થી ભવન, જૂનાગઢ છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગિરીશકુમાર શિવશંકરભાઈ જોષી (ઉ.78) તે ગિતાંજલીબેન
ગિરિશકુમાર જોષીના પતિ, વિશ્વજીતભાઈ, હાર્દિકભાઈના પિતા, સુજાતાબેન, દિપાબેનના સસરા,
વિશ્વેશના દાદા, મહેશભાઈના ભાઈ, ડો.ભાવેશભાઈ મહેશભાઈ જોષીના કાકા, હીનાબેન ભાવેશભાઈ
જોષીના કાકાજી, ડો.ડાયાભાઈ છોટાલાલ જોષીના ભત્રીજા, ડો.વિવેકભાઈ ડાયાભાઈ જોષીના ભાઈનું
તા.રર ના અવસાન છે. સ્મશાન યાત્રા તા.ર4 ને ગુરૂવારે સવારે 8:30 કલાકે તેમના નિવાસ
સ્થાન ‘વૃજ દર્શન’ લક્ષ્મીનગર પ/8 નો ખૂણો, વિશ્વકર્મા સોફા અને મંદિરની દુકાનની સામે,
રાજકોટ ખાતેથી નિકળીને મોટા મૌવા સ્મશાન મુક્તિધામ જશે. બેસણુ તા.28 નાં સોમવારે સાંજે
4 થી 6 સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ જ્ઞાતિની બોર્ડીંગ ‘ધૂમકેતુ
હોલ’, રોયલ પાર્ક શેરી નં.4, જી.ટી.શેઠ સ્કૂલ પાછળ, કે.કે.વી.ચોક, કાલાવડ રોડ, રાજકોટ
છે. મો.નં.99166 04718.
રાજકોટ:
શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ કમલેશભાઈ રામચંદ્ર શુકલ (ઉ.71) તે મહેન્દ્ર શુકલ, જયેન્દ્ર
શુકલ, જ્યોતિન્દ્ર શુકલના નાનાભાઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક
વિરલ શુકલના પિતા, પલક શુકલના સસરા, પ્રણવ શુકલ, પ્રગ્નેશ શુકલ, ચિરાગ શુકલ તથા દ્રષ્ટિ
શુકલના કાકા, બાલાશંકર દવેના જમાઈનું તા.ર3 ના અવસાન થયું છે. બેસણુ રાજકોટ તા.ર4 ના
સાંજે પ થી 6 ગોપેશ્વર મહાદેવ મંદિર, નોવા સ્કૂલ સામે, ટોપલેન્ડ રેસિડેન્સીની બાજુમાં,
રૈયાગામ પાસે, રૈયા રોડ, રાજકોટ છે. જામનગરમાં તા.રપ ના શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ
જ્ઞાતિની વાડી, વંડાફળી જામનગર છે.