• મંગળવાર, 16 જૂન, 2026

avshan nodh

            

રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું અવસાન

જનસંઘના સમયથી સક્રિય રહ્યા, કોઈપણ નાગરિક કામ માટે મળી શકતાં

કોર્પોરેશનના ચારેય મહત્વના પદે રહ્યાં હોય તેવા એકમાત્ર કોર્પોરેટર હતાં

રાજકોટ તા.15 : રાજકોટના પૂર્વ મેયર અને વરિષ્ઠ નેતા  જનકભાઈ કોટકનું 80 વર્ષની ઉંમરે અવસાન થયું છે તેમના નિધનના સમાચાર વહેતા થતા જ સ્થાનિક રાજકીય વર્તુળો સહિત સમગ્ર રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. આજે સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી સ્વ.જનકભાઈની અંતિમયાત્રા નિકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયાં હતાં.

લોકલાડીલા ‘રાજા’ના હુલામણા નામથી જાણીતા સ્વ.જનકભાઈ કોટક વર્ષોથી આરએસએસ, જનસંઘ અને હિન્દુત્વ વિચારધારા સાથે જોડાઈને અવિરત સંઘર્ષ અને જેલવાસ ભોગવી લોકસેવા માટે સતત મથતા રહ્યાં હતાં, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતાં.  તેમની રાજકીય સફરની વાત કરીએ તો, ઈ.સ. 1962માં વિદ્યાર્થીકાળથી તેમણે જનસંઘમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1965માં પણ ચીન-પાકિસ્તાન સાથે ભારતની લડાઈ વખતે તેમણે સક્રિય કામગીરી બજાવી હતી.

કોર્પોરેશનમાં પક્ષના નેતા, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને મેયર તેમ ચારેય મહત્વના પદે રહ્યા હોય તેવા તેઓ એકમાત્ર કોર્પોરેટર હતા. મેયર બન્યા પછી પણ સાદું જીવન અને ઉચ્ચ વિચારો જાળવી રાખી તેમણે આદર્શ જનસેવકનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જીવનના અંતિમ દિવસો સુધી પક્ષ અને સમાજ માટે સક્રિય રહેલા જનક કોટકે હજુ તાજેતરમાં જ પોતાનો 80મો જન્મદિવસ ઉજવ્યો હતો.

ગત 6 જૂન 2026ના રોજ રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ અને ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના અગ્રણી નેતાઓ ખાસ તેમના નિવાસસ્થાને રૂબરૂ ગયા હતા અને તેમને જન્મદિવસની ભાવભરી શુભેચ્છાઓ પાઠવી હતી, જે હવે એક સંભારણું બનીને રહી ગઈ છે. રાજકોટ તેમજ પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ તેમજ વિવિધ સંસ્થાઓએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

ભાજપના મીડિયા પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, સંઘ અને ભાજપ રાજકોટે એક લોકસેવાને અહર્નિશ સમર્પિત વરિષ્ઠ મોભી ગુમાવ્યાં છે. પૂર્વ કુલપતિ અને ભાજપના અગ્રણી કમલેશભાઈ જોશીપુરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ખૂબ જ સમર્પિત કાર્યકર્તા અને અનેક સંઘર્ષમાં સક્રિય ભૂમિકા ભજવનારા જનક રાજા ખરેખર સાચા અર્થમાં સા દગી અને સરળતાનું પ્રતિક હતાં તેમની વિદાયથી ભાજપ પરિવારને ખૂબ જ મોટી ખોટ પડી છે.

 

 

 

જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતાનું અવસાન: ગુરુવારે પ્રાર્થના સભા

જામનગર: સ્વ. મેરૂભાઇ માડમ, સ્વ. ઘેલુભાઇ માડમ તથા સ્વ. વલ્લભભાઇ માડમના નાનાભાઇ સ્વ. હેમતભાઇ રામભાઇ માડમના ધર્મ પત્ની, દિનાબેન હેમતભાઇ માડમ (ઉ.78) તે  સ્વ. વિમલભાઇ હેમતભાઇ માડમ, શ્રીમતિ કલ્પનાબેન આંબલીયા, શ્રીમતી પુનમબેન માડમ (સાંસદ સભ્ય જામનગર) અને શ્રીમતી તોરલબેન યાદવના માતુશ્રી, તેમજ શ્રીમતી શીતલબેન વિમલભાઇ માડમના સાસુ તેમજ જીતભાઇ અને વરૂણભાઇના દાદીનું તા.14મીએ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.18ને ગુરૂવારના રોજ સાંજે 5 થી 6 ઓશવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.

 

 

બહાઉદ્દીન કોલેજ જૂનાગઢના નિવૃત્ત પ્રિન્સીપાલ યોગેન્દ્રરાય દેસાઇનું અવસાન

વડોદરા: યોગેન્દ્રાય પુરૂષોત્તમરાય દેસાઈ (ઉં.90)(નિવૃત્ત પ્રિન્સીપાલ, બહાઉદીન કોલેજ જૂનાગઢ) તે સ્વ.અભય દેસાઈ, જ્યોતિષ દેસાઈ, કાશ્મીરા શૈલેષ દેસાઈ, પારૂલ ભાગ્યેશ છાયાના પિતાનું તા.15ના રોજ અવસાન થયું છે. અંતિમયાત્રા તા.16ને મંગળવારે સવારે 8 વાગ્યે, એ-404, અમેલિયા ટાવર, પ્રથમ રિવીએરા, બીલ કેનાલ પાસે, અટલાદરા, વડોદરાથી નીકળી વડીવાળી જશે.

 

 

 

 

 

ભાવનગર : ભાવનગર નિવાસી હાલ ગાંધીનગર સ્વ. ભુપતરાય અમૃતલાલ શુકલા (નિવૃત્ત કલેકટર) (ઉ.86) નું તા.14ના રોજ ગાંધીનગર મુકામે અવસાન થયું છે. તેઓ સ્વ. ડો.એચ.એલ. ત્રિવેદી (કિડની હોસ્પિટલ)ના બનેવી તથા વિરાજ દેવાંગકુમાર વ્યાસ, ડો. કાનન કલ્પેશકુમાર જશપરા, સોનલ ધવલકુમાર પંડયા, ભાવિન ભુપતરાય શુકલના પિતા, સ્વ. રમણીકલાલ ભગવાનજી શુકલ, વસંતરાય ભગવાનજી, સ્વ. ભાસ્કરભાઇ, સ્વ. ભાલચંદ્રભાઇ અને સુરેશભાઇના ભાઇ, અશોકકુમાર તથા પ્રદિપ (પ્રોવેલ) વી. શુકલ, સુભાષ આર. શુકલ, નરેન્દ્ર આર. શુકલ, કિરીટ આર. શુકલના કાકા, ડો. જયેશ બી. શુકલ, નિરવ એસ. શુકલના મોટા બાપુજી, મહાદેવ, મનન, નૈમિષ, ડો. દેવદત્ત, જયનિલ, અથર્વના દાદા થાય. તેઓ અગાઉ ગાંધીનગર કલેકટર, અમદાવાદ ડી.ડી.ઓ., આયોજન પંચ સચિવ સહિતની સેવાઓ બજાવી છે. બેસણું: તા.16ને મંગળવારે સાંજના 5 થી 7 વાગ્યા સુધી કડવા પાટીદાર સમાજ હોલ, શ્રી ઉમિયા માતાજી સંસ્થા, કલેકટર ઓફિસની સામે, સેકટર-12, ગાંધીનગર ખાતે રાખેલ છે.

બગસરા: બગસરા નિવાસી સ્વ. વનરાવનભાઇ વ્રજલાલ સાંગાણીના પુત્રી શ્રીમતી નિરૂપમાબેન, જે ચંદ્રકુમાર ધ્રુવ (દિવવાળા)ના પત્ની, આદર્શભાઇ ઠક્કર, કુશનભાઇ શાહના સાસુ તેમજ હેમાલિબેન અને રોમાબેનના માતુશ્રીનું તા.15ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 દશા સોરઠીયા વાડી, શિવાજી ચોક, બગસરા ખાતે રાખેલ છે.

અંજાર: સ્વ. ત્રિકમદાસ (પપ્પુ સાહેબ) દેવચંદભાઇ સોઢા (ઉ.70) તે સ્વ. દિવાળીબેન દેવચંદભાઇ (વૈદ્ય) સોઢાના પુત્ર, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. વિઠલદાસ, સ્વ. ગીરધરલાલ, (દેશી દવાવાળા), સ્વ. હીરાબેન હર્ષદરાય પલણ (મીરજ), સ્વ. નેણાબેન રણછોડદાસ પલણ, મુકતાબેન નાનાલાલ મજેઠીયા (કંડલા)ના ભાઇ, લક્ષ્મીબેન પ્રેમજીભાઇ, શાંતાબેન વિઠલદાસ, ઉર્મિલાબેન ગીરધરલાલના દિયર, સ્નેહા મુકેશકુમાર (વડોદરા), કૃપા લવકુમાર (વડોદરા), બાદલ, યશ, ધૃવી જીતકુમાર પલણ, શ્લોક, રેયાન, વિહાના ના દાદાનું તા.15ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.16ને મંગળવારે સાંજે 5 થી 6 અંજાર લોહાણા મહાજન વાડી, સવાસર નાકા, અંજાર મધ્યે ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.

મોરબી: મોરબી નિવાસી કવિ બિપીનચંદ્ર પ્રભુદાસ નિમાવત (બિપીનમધુર, મનુભાઇ) તે વિવેકભાઇ નિમાવતના પિતા તથા સ્વ. ભરતભાઇ તથા મહેન્દ્રભાઇ (ચંદુભાઇ), નરેશભાઇ તથા મહેશભાઇ, જીતેન્દ્રભાઇ તથા જયેશભાઇ નિમાવતના મોટા ભાઇનું તા.15મીએ અવસાન થયું છે. બેસણું: તા.18ને ગુરૂવારે સાંજે 5 થી 6-30 શ્રીરામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી મુકામે રાખેલ છે.

રાજકોટ: રળિયાતબેન તે દેવશીભાઇ પરસાણાના પત્નીનું રાજકોટ મુકામે તા.14મીએ અવસાન થયું છે. બેસણું: તા.18ને ગુરૂવારે સવારે 9 થી 11- કોપર કલાસીક એપાર્ટમેન્ટ, રેલવે ક્રોસિંગ પાસે, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાવનગર: ઉખરલા (પખા મહારાજના) હાલ શિહોર વિજયરાજસિંહ ગોહિલ (ઉં.40) તે સ્વ.જયવીરસિંહ ભરતસિંહ ગોહિલ (પોલીસ)ના પુત્ર તેમજ સ્વ.પ્રદિપસિંહ ભરતસિંહ ગોહિલના નાનાભાઈના દીકરા, મહેન્દ્રસિંહ, છોટુભા, દિગ્વિજયસિંહ, રાજેન્દ્રસિંહ, અશ્વિનસિંહ, પૃથ્વીરાજસિંહ, ગજેન્દ્રસિંહના ભત્રીજા તેમજ ભવ્યદિપસિંહ તથા વંશરાજસિંહના પિતા તેમજ યુવરાજસિંહના ભાઈનું તા.14મીએ અવસાન થયું છે. સુવાળા તથા બેસણું તા.18ને ગુરૂવારે આખો દિવસ સીતારામ હોલ, મામલતદાર ઓફિસ સામે, શિહોર રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક