રાજકોટ:
ગોંડલ તાલુકાના મોટી ખીલોરી નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મધુબેન કાંતિભાઇ
દવે (ઉં.70) તે કાંતિભાઇ પોપટભાઇ દવેના પત્ની તથા શિલ્પાબેન નિરદકુમાર ભટ્ટ (રાજકોટ),
વિભૂતિબેન બળભદ્રકુમાર મહેતા (સાવરકુંડલા)ના માતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું
તા.30ને ગુરુવારે સાંજે 4થી 7 મોટી ખીલોરીમાં તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો.નં.
63553 77591/ 63580 17319.
રાજકોટ:
મૂળ પોરબંદર નિવાસી હાલ રાજકોટ સુરેન્દ્રભાઇ રણછોડભાઇ ગાંધી (ઉં.82) તે સ્વ. યતિષભાઇ,
સ્વ. ઇન્દિરાબેનના લઘુબંધુ, કમલ (શ્રીજી એસ્ટેટ) અને ભાવના ના પિતા, પરાગભાઇ ગાંધી
(બેંક ઓફ બરોડા)ના સસરાનું તા.28ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા.30ના સાંજે
4થી 6 રાખેલ છે. મો.નં. 94275 64101/ 94288 94957.
રાજકોટ:
ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના સ્વ. રજનીકાંત રતીલાલ રાજ્યગુરૂના પુત્ર વિપુલભાઇ (ઉ.54)
તે ધ્રુવી, કૃતાર્થના પિતા, દક્ષકુમાર દવે (વડોદરા)ના સસરા, જલ્પાબેન જોષી, વંદનાબેન
દેસાઇના ભાઇ, વ્રજલાલ મણીશંકર જાની (ઢવાણા)ના જમાઇનું તા.25ના અવસાન થયું છે. બેસણું
તા.30ના સાંજે 5 થી 7 ભગવાન ભુવન વાડી, ગોવર્ધનનાથજીની હવેલીની બાજુમાં 6/11 પંચનાથ
પ્લોટ, રાજકોટ છે.
સાવરકુંડલા:
પીઠવડીના રામશંકર છોટાલાલ દવે (ઉ.74) તે વર્ષાબેનના પતિ, સ્વ. ગણપતભાઇ, સ્વ. દશરથભાઇ,
સ્વ. કાંતિભાઇ, શ્રી સતીશભાઇ, કિરીટભાઇ દવે (પીઠવડી)ના ભાઇ, સંજયભાઇ અને દેવાયાનીબેનના
પિતા, વિપુલકુમાર વ્યાસ (મેરિયા)ના સસરાનું તા.28નાં અવસાન થયું છે. બેસણું તા.30નાં
સવારે 9 થી સાંજે 5 મુ. પીઠવડી, તા. સાવરકુંડલા છે.
ગોંડલ:
શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ હરિશ્ચંદ્ર મણિશંકર ત્રિવેદી (ઉ.78) તે મનોજ હરિશ્ચંદ્ર
ત્રિવેદીના પિતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 5 થી 6 અમરનાથ મહાદેવ
મંદિર, રેલવે સ્ટેશન પાસે છે.
પોરબંદર:
મૂળ ગોરાણા હાલ પોરબંદરના વસંતરાય મોઢા (ઉ.76) તે સ્વ. હિરજીભાઇ મોઢાના પુત્ર, ભારતીબેનના
પતિ, જયભાઇ (બોખીરા પે સેન્ટર શાળા), નીલભાઇ, હર્ષભાઇ, પ્રીતિબેન વિપુલભાઇ દવેના પિતા,
સુધાબેન ત્રિકમજીભાઇ જોશી, વનીતાબેન રાજેન્દ્રભાઇ સ્થાનકીયા, સ્વ. મૂળજીભાઇ, વજુભાઇ,
રમેશભાઇ, બકુલભાઇના ભાઇનું તા.28ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.30નાં સાંજે 4
થી 5 ઝુંડાળા વિદ્યોત્તેજક યુવક મંડળ ખાતે છે.
સાવરકુંડલા:
રજનીકાંતભાઇ ધીરજલાલ મગીયા (ઉ.76) સાવરકુંડલા નિવાસી હાલ મુંબઇ તે ચંપાબેન ધીરજલાલ
મગીયાના પુત્ર, તે હર્ષાબેનના પતિ, પુજા, પાર્થ, સારથી, હર્ષના પિતા, કેયુરકુમાર ક્રિનલના
સસરા, કેનીષાના દાદા, અનીલભાઇ, કિરીટભાઇ, બાલ બ્રહ્મચારી સ્વ. વિમળાબાઇ મહાસતીજી, સ્વ.
નાનીબેન પી. શેઠ (દેવલાલી), સ્વ. પુષ્પાબેન એન. શાહ (કલકત્તા), દમયંતીબેન એન. દેસાઇ,
પ્રફુલ્લાબેન ડી. પારેખનાં ભાઇ, સ્વ. અંજવાળીબેન લાલચંદભાઇ વોરાના જમાઇનું તા.25ના
અવસાન થયું છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.30નાં સાંજે 4 થી 5-30 પાવનધામ, મહાવીરનગર,
કાંદીવલી- વેસ્ટ-મુંબઇ છે.
રાજકોટ:
ભાવનાબેન (ઉ.51) તે ભરતભાઇ બાબુલાલ ફિચડીયાનાં પત્ની, દર્શિત, વ્રજેશનાં માતા, સ્વ.
સુરેશભાઇના નાનાભાઇના પત્ની, રાજુભાઇનાં ભાભી, સ્વ. જશવંતલાલ અમૃતલાલ પારેખની દિકરી,
નરેન્દ્રભાઇ, ચંદુભાઇ, નીતાબેન નરેન્દ્રકુમાર અને રીટાબેન વિનોદકુમારના બહેનનું તા.27નાં
અવસાન થયું છે.બન્ને પક્ષનું બેસણું બપોરે તા.30ના 3-30 થી 5 વાઘેશ્વરી વાડી, યુનિટ-3, રામનાથપરા,
રાજકોટ છે. લૌક્કિ વહેવાર બંધ છે.