વડોદરા
ગોવર્ધનનાથજી હવેલી કારેલીબાગના મથુરેશ્વરજી મહારાજનું અવસાન
વડોદરા:
જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પ્રવર્તિત શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ
સંપ્રદાયના શ્રીવાકપતિ પીઠાધીશ્વર ગોસ્વામી 108
મથુરેશ્વરજી મહારાજ (શ્રી ગોવર્ધનનાથજી હવેલી કારેલીબાગ) વડોદરાનું તા.26ના
રોજ અવસાન થયું છે. વડોદરામાં ગોસ્વામી
108 મથુરેશ્વરજી મહારાજશ્રીનો અગ્નિ સંસ્કાર વિધિવત રીતે સંપન્ન થયો હતો.
આ પ્રસંગે
યોગેશ્વરજી મહોદય, દ્રુમિલકુમારજી મહોદય, વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિ હતી અને
પોતાના આશીર્વચનોથી વૈષ્ણવ સમાજને ધૈર્ય આપ્યું હતું. આ સાથે અનેક રાજકીય આગેવાનો,
સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોટી સંખ્યામાં વૈષ્ણવો દ્વારા
અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા. સ્મશાન યાત્રામાં પણ વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા
હતા. મથુરેશ્વરજી મહારાજનો જીવનપ્રવાસ અત્યંત પ્રેરણાદાયી રહ્યો છે. અંદાજે 40 વર્ષ
પહેલાં અમેરિકાની ધરતી પર હ્યુસ્ટન, ન્યુયોર્કમાં બે હવેલીના નિર્માણ દ્વારા તેમણે
પુષ્ટિમાર્ગને વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યો હતો. અસંખ્ય વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા
આપી અને વિશ્વના લગભગ 50 દેશોમાં ધર્મધ્વજ લહેરાવવાનો પાયો નાખ્યો હતો. ગુજરાત સહિત
નિદર્ભ, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ તેમણે વ્યાપક પ્રવાસ
કરીને અનેક મંદિરોની સ્થાપના કરી હતી. દક્ષિણ ભારતમાં ચેન્નઇ ખાતે લગભગ 30 વર્ષ પહેલાં
વિશાળ વૈષ્ણવ કોલેજની સ્થાપના કરીને શિક્ષણ
ક્ષેત્રે અનોખું યોગદાન આપ્યું હતું. જ્યાં આજે આશરે 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે
છે ! તેમજ તિરૂપતિ ખાતે ભવ્ય “દક્ષિણ શ્રીનાથ ધામ”ની સ્થાપના કરી છે, તેમજ તિરૂમલા
ખાતે ભવ્ય મહાપ્રભુજીની બેઠકજી, રામેશ્વર ખાતે સુંદર મહાપ્રભુજીની બેઠકજીનું નિર્માણ
તેઓની અધ્યક્ષતા કરાયું હતું. તેમના અવસાનથી વૈષ્ણવ સમાજે એક મહાન માર્ગદર્શક, પ્રેરણાત્રોત
અને આધ્યાત્મિક નેતૃત્વ અને ગુમાવ્યા છે.
ગુજરાતના
જાણીતા વાર્તાકાર મનહર રવૈયાનું અવસાનથી શોક છવાયો
બોટાદ:
બોટાદમાં જન્મેલા અને બોટાદને કર્મભૂમિ બનાવનાર ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ, વાર્તાકાર
મનહર રવૈયાનું 26મીએ અવસાન થયું છે. બોટાદ કવિ બોટાદકર, ઝવેરચંદ મેઘાણી, મોહમ્મદ માંકડ
જેવા સાહિત્ય સર્જકોની ભૂમિ રહી છે. પાળિયાદ
ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા કરતા તેઓ સાહિત્યનું સર્જન કરતા હતા, પણ વારંવાર થતી
બદલીઓથી કંટાળીને નોકરીમાંથી રાજીનામું મૂકી કલમને ખોળે માથું મૂકી જીવ્યા.
1970થી
સાહિત્ય યાત્રા શરૂ કરનાર મનહર રવૈયાએ વાર્તા નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યુ
છે. અને આકાશવાણી પરથી પણ વાર્તા નવલિકા દૂરદર્શન પરથી પણ કેટલાક કાર્યક્રમો રજૂ થયાં
છે. તેમની વાર્તાઓમાં રસ, રહસ્ય, રોમાંચ નિરુપણ જોવા મળે છે. પ્રથમ પુસ્તક ‘સગડ’ નામે
વાર્તા સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી પ્રગટ થયા એ પછી 2005માં ગુર્જર ગ્રંથરત્ન
પ્રકાશનથી ‘કાંચળી’ વાર્તા સંગ્રહ 2008 માં, ‘ભમરી’ (િડવાઇન પ્રકાશન), 2010 માં, ‘માટીની
મહેક’ (ગુર્જર ગ્રંથરત્ન), 2015 માં ‘િફગર પ્રિન્ટ’ (ગુર્જર ગ્રંથ રત્ન), ઉપરાંત “ભેખડ”
નામનો અંતિમ વાર્તાસંગ્રહ ગુર્જર તરફથી પ્રગટ થયો છે. નવલકથા ક્ષેત્રે 2015માં ‘સાજિસ’
અને ‘બે ડગલાં’ એમ બે નવલકથાઓ પ્રગટ થઇ છે.
ચક્ષુદાન
રાજકોટ:
અનંતભાઈ છોટાલાલ રાજાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન,
ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 820મું ચક્ષુદાન થયું છે. માર્ચ-ર6માં
બારમું ચક્ષુદાન થયું છે.
રાજકોટ:
કરિયાણા નિવાસી હાલ રાજકોટ મહેશભાઇ નાનાલાલભાઇ વસાણી તે સચિનભાઇ, ધર્મેશભાઇ, રિંકુબેનના
પિતા, અન્તુભાઇ, મુકેશભાઇના મોટા ભાઇ, રણછોડદાસ દયાળજીભાઇ સવાણીના જમાઇ, મિલનકુમાર
જે. જીવાણીના સસરાનું તા.26ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષણી સાદડી સાથે તા.30ના
સાંજે 4થી 6 નવદુર્ગા હોલ, યુનિવર્સિટી રોડ, ધોળકિયા સ્કૂલ સામે, પટેલ કન્યા છાત્રાલય
પાસે, પંચાયત ચોક, રાજકોટ છે.
રાજકોટ:
ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ ગામ ભેંસદડ, હાલ રાજકોટ સ્વ. બેચરભાઇ રામજીભાઇ ગોહેલના પુત્ર
હિતેશભાઇ (ઉ.58) તે સ્વ. રતિલાલ, સ્વ. દયાળજીભાઇ, અમુભાઇના નાનાભાઇ, મનિષભાઇના મોટાભાઇ,
દીપકભાઇ, કુલદીપના કાકા, ધાર્મિક, ભક્તિના પિતા, પરિતોષ છાંટબાર (મામલતદાર)ના સસરાનું
તા.25ના અવસાન થયું છે.
સાવરકુંડલા:
મૂળ રુગનાથપુરી ખોડી અને હાલ સાવરકુંડલા ધીરજગિરિ રામગિરિ ગોસ્વામી (ઉ.72) તે અજયગીરી,
હિરેનગિરિ ગોસ્વામીના પિતા, પ્રકાશગિરિ મુનાભાઇ પ્રમુખ- દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળના
કાકાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.30ના તેમના નિવાસસ્થાન જેસર રોડ, પ્રિયાંશી
સ્કૂલ પાસે, સાવરકુંડલા છે.
રાજકોટ:
કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડાના અજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા (જમીન વિકાસ બેંક નિવૃત્ત
મેનેજર)ના નાના ભાઇ મંગળસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.82) તે હિરેન્દ્રસિંહ (ઘોઘુભા),
સુરેન્દ્રસિંહના પિતા, રામદેવસિંહ, નરેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ, હરપાલસિંહના કાકાનું
તા.26ના અવસાન થયું છે. બેસણું તા.30નાં સાંજે પાંચથી સાત સમાજ વાડી, માણેકવાડા છે.
જામનગર:
મનીષાબેન માંડવીયા તે પરેશભાઇ વ્રજલાલ માંડવીયાના પત્ની, અર્પિતભાઇના માતા, સ્વ. ભરતભાઇ
દુર્લભજી કાનાબાર (મોરબી)ના પુત્રીનું તા.26ના અવસાન થયું છે.
જામનગર:
ચંદ્રિકાબેન (ચંદ્રિકાબેન હરિલાલ મહેતા) (ઉ.81) (િનવૃત્ત શિક્ષિકા-શ્રેયસ હાઇસ્કૂલ)
તે સ્વ. શૈલેષભાઇ દવેના પત્ની, (ગીતા વિદ્યાલય), પૃથા નયન વ્યાસ, નિધિ રીતેશ નથવાણીના
માતા, ક્ષિતિ, સોમ, જુઇના નાનીનું તા.26ના અવસાન થયું છે.