પદ્મશ્રી
સુરેશભાઈ સોનીનું અવસાન જીવનભર અનાથ-દર્દીઓની સેવા કરી હતી
મોડાસા:
રાજેન્દ્રનગર સહયોગ ખાતે સંયુક્ત સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી માનવ સેવાનો દીવો પ્રગટાવતા
પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું અવસાન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ અસ્વસ્થ હતા. તેમના
અવસાનથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકની લાગણી છવાઈ છે. સુરેશભાઈ સોનીએ પોતાના પરિવાર સાથે મળીને જીવનભર
અનાથ બાળકો, કુષ્ઠરોગ પીડિતો અને માનસિક રીતે અશક્ત વ્યક્તિઓની સેવા કરી હતી. તેમણે
માત્ર આશ્રય જ નહીં પરંતુ પરિવાર જેવી લાગણી સાથે દર્દીઓની સંભાળ લીધી. તેમના આશ્રમમાં
રહેતા લોકો માટે ખાદી ઉદ્યોગ, શિક્ષણ, રોજગારની વ્યવસ્થા ઉભી કરી તેમને આત્મનિર્ભર
બનાવવાના પ્રયત્નો કર્યા હતા. તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ, સાબરકાંઠાના કલેક્ટર, સામાજિક સેવક નિલેશ જોષી, ડો.તમીર
મહેતા અને સાબરકાંઠાના ડોક્ટર સહીત અનેક અગ્રણી, સામાજિક કાર્યકરો હાજર હતા. સૌએ શ્રદ્ધાંજલિ
અર્પણ કરી હતી.
ચક્ષુદાન
રાજકોટ:
હર્ષાબેન હિતેષભાઇ કાકડિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 844 ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
સોની જયશ્રીબેન હરગોવિંદભાઈ ધોળકિયા (જાંબુડાવાળા) હાલ રાજકોટ તે ગિરીશભાઈ, સ્વ.િવજયભાઈ,
અતુલભાઈ, અંજનાબેન તથા પ્રતિભાબેનના માતા, સુમીત, જય અને શૌર્યના દાદીનું તા.24ના અવસાન
થયું છે. બેસણું તા.25ના સાંજે 5થી 6, “રાધાકૃષ્ણ” મંદિર, અક્ષરનગર-3, ગાંધીગ્રામ,
રાજકોટ છે.
વાંકાનેર:
મુળ સજ્જનપર નિવાસી હાલ વાંકાનેર સ્થિત ડો.પ્રમોદરાય છબીલદાસ જોષી (ડો.જોષી)(ઉં.71)
તે ડો.િપ્રયાંકભાઈ, શ્વેતાબેન, બંસરીબેનના પિતા, સ્મીતાબેનના પતિ, સ્વ.નંદલાલ ભવાનીશંકર
ત્રિવેદીના જમાઈ, દિનેશચંદ્ર, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.રાજુભાઈ, સ્વ.પ્રભાબેન, કુંદનબેન
તથા હંસાબેનના ભાઈનું તા.23ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.25ના સાંજે 4
થી 6, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે ભાઈઓ-બહેનોનું છે.
ચિતલ:
ચિતલ નિવાસી હાલ રાજકોટ દિનેશભાઈ વૃજલાલ હેમાણી (ન્યુઝ પેપર એજન્ટ-િચતલ)ના પત્ની મધુરીકાબેન
(ઉં.67) તે મહેશભાઈ અને રજનીકાંતભાઈના ભાભી, ઉદિત હેમાણીના માતાનું તા.24ના અવસાન થયું
છે. લૌકિક ક્રિયા રાખેલ નથી. ટેલિફોનિક બેસણું તા.25ના સાંજે 4 થી 6 રાખેલ છે.
જેતપુર:
બ્રહ્મક્ષત્રિય સ્વ.દેવકરણ મુલચંદભાઈ આશરા (કાલાવડવાળા)ના પુત્રવધુ મુક્તાગૌરી હેમતલાલ
આશરા (ઉં.82) તે સ્વ.િહતેશ, દિલીપ, ઉમેશ તથા ચારૂલતાબેન વિજયકુમાર જોગી (ગોંડલ)ના માતા,
જસ્મિન, રૂપલ, દિવ્યાના દાદી, સ્વ.વૃજલાલના નાનાભાઈના પત્ની, સ્વ.નંદલાલ, સ્વ.િકશોરચંદ્ર,
સ્વ.નગીનદાસ, જગદીશચંદ્રના ભાભી, પરમાણંદભાઈ વૃજલાલ બોસમીયા (ભાવનગર)ના બહેનનું તા.23ના
અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4-30 થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ફુલવાડી
ભાદર રોડ, જેતપુર છે.
ગોંડલ:
જગદીશચંદ્ર ગિરધરલાલ મર્થક (ઉં.83) તે સ્વ.રતિલાલ હરજીભાઈ પડિયાના જમાઈ, સ્વ.પ્રવીણભાઈ,
સ્વ.ભુપતભાઈ, ચીમનભાઈ, પ્રભાકરભાઈ તથા ધીરજલાલ પડિયાના બનેવીનું તા.21ના રાજકોટ મુકામે
અવસાન થયું છે. સાદડી તા.25ના સાંજે 5 થી 6, મોટી બજાર, હવેલી શેરી, મોટી હવેલી પાસે,
ગોંડલ છે.
રાજકોટ:
કારડીયા રાજપુત સ્વ.લાલસીંગભાઈ અભેસીંગભાઈ સોલંકીના પત્ની જયાબેન તે તેજસભાઈ, નિશાંતભાઈ
સોલંકીના માતા, તખ્તસિંહ સોલંકીના ભાભી, તેજસભાઈ નકુમ, શૈલેષભાઈ બારડ, જીતેન્દ્રભાઈ
પરમારના સાસુનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4 થી 6, રાષ્ટ્રીય શાળા,
પ્રાર્થનાસભા હોલ ખાતે છે.
ટાઢાવડ:
ગોહિલ મણીબેન (ઉં.85) તે સ્વ.વેલાભાઈ કેસરભાઈ ગોહિલના પત્ની, કરશનભાઈ (ખરીદ વેચાણ સંઘ-ડાયરેક્ટર,
ટાઢાવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ), ધીરૂભાઈ (ભા.ડી.કો.બેંક), સ્વ.ભુપતભાઈ, ગોવિંદભાઈ
(ટાઢાવડ દૂધ મંડળીના પ્રમુખ)ના માતા, રાજકુમાર, ઈન્દ્રજીતસિંહ, જયકિશનસિંહ, રૂદ્રપ્રતાપના
દાદી, સરકડિયા (ટાણા) નિવાસી ગગજીભાઈ માલુભાઈ ડાયમાના બહેનનું તા.24ના અવસાન થયું છે.
ટાઢાવડ મુકામે તેમનું બેસણું શનિ, રવિ, સોમ એમ ત્રણ દિવસ સળંગ છે.