• મંગળવાર, 28 એપ્રિલ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: જૈન સમાજના સ્વ.દમયંતીબેન ભુપતભાઈ મહેતાનું અવસાન થતા તેમના પુત્રો વિપુલભાઈ, મયુરભાઈની સહમતીથી અને જૈન ચાલ સંઘ પુર્વ પ્રમુખ પરેશભાઈ સંઘાણીની પ્રેરણાથી તેમના માતા સ્વ.દમયંતીબેનના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબ માર્ગદર્શક મુકેશભાઈ દોશી તથા ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા કરાયું હતું. સંસ્થાનું આ 202મું ચક્ષુદાન છે.

કાલાવડ: પુષ્કરણા બ્રાહ્મણ સ્વ. કાન્તાબેન કૈલાશભાઇ પંડયા (ઉ.71) તે કૈલાશભાઇ પંડયા (કૈલાશ ફરસાણ માર્ટ મેઇન બજાર કાલાવડ)નાં પત્ની, ઉમેશભાઇ, ભરતભાઇના માતા, મુકેશભાઇ, બિપીનભાઇ, કિર્તિભાઇ, નિર્મળાબેન, સ્વ. જનકબેન તથા ભારતીબેનના ભાભી, હસમુખભાઇનાં બહેનનું અવસાન થયું છે. બેસણું તા.27નાં 4 થી 6 કુંભનાથપરા, આંગણવાડી સામે લારીના કારખાના પાસે, સનારા રોડ, કાલાવડ છે.

પોરબંદર: રાણાવાવના ગીતાબેન વિજયભાઇ રાયઠઠ્ઠા તે વિજયભાઇના પત્ની, સ્વ. નટવરલાલ તુલસીદાસ પોપટના પુત્રી, વિકાસભાઇ, સૌરભભાઇના માતાનું તા.25ના અવસાન થયું છે. ઉઠમણું તા.27નાં 4 થી 4-30 રાણાવાવના ભીડભંજન મહાદેવ મંદિર, મોસાળ પક્ષની સાદડી સાથે છે.

ગોંડલ: મૂળ મુંગાવાવડી હાલ ગોંડલ હંસાબા જાડેજા (ઉ.42) તે અનોપસિંહ મહિપતસિંહ જાડેજાના પત્ની, જાડેજા ઘનશ્યામસિંહ મહિપતસિંહ (પીજીવીસીએલ-રાજકોટ)ના નાનાભાઇના પત્નીનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.30ના સવારે 8 થી 11 યોગીનગર, રામનાથ મહાદેવ મંદિર ગોંડલ છે.

રાજકોટ: જયાબેન છોટાલાલ ઠકરાર (ઉ.83) તે કનુભાઇ, સુરેશભાઇ, નયનાબેન પ્રવિણભાઇ સચદેવના (રાજકોટ)ના માતા, પાયલબેનના સાસુ તથા વલ્લભદાસ, ખીમજીભાઇ પોપટલાલ પાબારી (જામજોધપુર)ના બહેનનું તા.26નાં અવસાન થયું છે. અંતિમયાત્રા તા.27ના સવારે 8 કલાકે તેમના નિવાસસ્થાન 6/જગજીત સોસાયટી, વૈકુંઠધામથી નિકળી મવડી સ્મશાન ગૃહે જશે. સ્વર્ગસ્થની પ્રાર્થના સભા તા.27નાં સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને પિયરપક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: ઔ. ગઢિયા બ્રાહ્મણ પોરબંદર નિવાસી સ્વ. મુકુંદરાય રવિશંકર વ્યાસની પુત્રી ઉર્વશીબેન મુકુંદરાય વ્યાસ તે જિતેન, હિરેન (હાલ લંડન)ના મોટાબેન, સુકેશીબેન (રાજકોટ), નીલાબેન (પુના),ધૈર્યતિબેન અને પ્રીતિબેનના મોટાબેન, ખુશી, નિકેત, માલવના ફઇબાનું તા.26ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.27ના સોમવારે સવારે 9 કલાકે સ્ટેશન રોડ, રામટેકરી પાસે, રામેશ્વર મંદિરની સામેથી નિકળશે. લૌક્કિ પ્રથા બંધ છે. મો. નં. 98752 96362.

રાજકોટ: મનહરલાલ બલદેવ તે રામજીભાઇ રામાયણીના જ્યેષ્ઠપુત્ર, સ્વ. રામજીભાઇ દેવચંદભાઇ જસાણીના જમાઇ, રૂપેશભાઇ, રવિભાઇનાં પિતા, મુકુંદરાય, વિનોદકુમાર બલદેવના મોટાભાઇનું તા.26નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.27ના સવારે 10થી 12 ઓસ્કાર સિટી સ્કાય, આર. વર્લ્ડવાળી શેરી, શિતલ પાર્ક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.

માંગરોળ: સોની ભરતભાઈ ત્રિભોવનદાસ ફિચડિયા (ઉં.67) તે નિખિલ, પ્રતીક, ક્રિષ્નાબેન (કેશોદ)ના પિતાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના બપોરે 4થી 6 જાનકીનગર, ટાવર પાસે, માંગરોળનાં નિવાસસ્થાને છે.

ઉપલેટા: ગુર્જર ક્ષત્રિય કડિયા મંગળાબેન ગોવિંદભાઇ ટાંક (ઉં.88) તે સ્વ. દિનેશભાઇ તથા હરેશભાઇનાં માતા, પ્રશાંત, મનદીપ, વિશાલનાં દાદીનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.27ના બપોરે 4થી 6 કડિયા સમાજની વાડી કોર્ટ પાછળ ઉપલેટા છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ ગામ ભેંસદડ હાલ રાજકોટ સ્વ. બેચરભાઇ રામજીભાઇ ગોહેલના પુત્ર, હિતેષભાઇ તે ક્રિષ્ના, ધાર્મિક, ભક્તિના પિતા, પારિતોષ છાંટબાર (મામલતદાર)ના સસરાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સોમવારે સવારે 9થી 11 ચંદ્રમૌલેશ્વર મંદિર, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરી, રાજકોટ છે. મો.નં. 83477 48448.

ઇ-પેપરના નવા શુલ્ક