• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટઃ દીપકભાઈ કાંતિભાઈ ડઢાણિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 812 ચક્ષુદાન થયેલ છે. ફેબ્રુઆરી 2026માં આ પાંચ (5) મું ચક્ષુદાન થયેલ છે.

વિસાવદરઃ પ્રવીણાબેન વસાણી તે વિનુભાઈ મોરારજીભાઈ વસાણી (અક્ષર મંડપ સર્વિસ)ના પત્ની, કેતનભાઈ, પારૂલબેન નિલેશકુમાર બુદ્ધદેવ, જલ્પાબેન રાજેશકુમાર મશરૂના માતા, પાર્થભાઈ, ખુશીબેનના દાદીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના બપોરે 4થી 6, સ્વામીનારાયણ મંદિર, ડોબરિયા પ્લોટ વિસાવદર છે.

સાવરકુંડલાઃ લાભુબેન ભીખુગીરી ગોસાઈ (ઉં.80) તે જગદીશગીરી તથા અનિલગીરીના માતાનું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.ર0નાં સાંજે 4 થી 6 રાધાક્રિષ્ન હોલ, જૈન બોર્ડિંગ પાસે, સાવરકુંડલા છે.

સાવરકુંડલાઃ રંજનબેન વણજારા (ચક્ષુદાતા) તે સ્વ.મુકુંદભાઈ ચુનીલાલ વણજારાના પત્ની, સ્વ.િવનોદભાઈ તથા અરવિંદભાઈ તથા સ્વ.શરદભાઈ તથા પ્રકાશભાઈ (પી.સી.)ના ભાભી, હસુભાઈ, નંદકિશોરભાઈ, સ્વ. યોગેશભાઈ (ભાવનગર)ના બેનનું તા.18ના અવસાન થયુ છે. બેસણુ તા.ર0નાં સાંજે 4 થી 6 લોહાણા બોર્ડિંગ, મહુવા રોડ, સાવરકુંડલા પિયર પક્ષની સાદડી સાથે છે.

માળિયા હાટીનાઃ માણેકવાડાવાળા કાનજીભાઈ રણછોડભાઈ ટાક (ઉં.89) તે નાગદેવતા સ્ટુડિયોવાળા ચીમનભાઈ, ભરતભાઈ, હરેશભાઈ અને યોગેશભાઈના પિતાશ્રી તેમજ શામજીભાઈ કેશોદ અને સવજીભાઈ (સવાભાઈ)ના ભાઈનું તા.18ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર0નાં સાંજે 4.30 થી 6 સુધી તેમના નિવાસ સ્થાન, સરકારી દવાખાના સામે તેમના નિવાસ સ્થાને છે.

ધુડશીયાઃ સ્વ.ધરમશીભાઈ ડાયાભાઈ સોનછાત્રાના પત્ની, મુક્તાબેન તે કિશોરભાઈ, મનસુખભાઈ, દિનેશભાઈ, ચંદુભાઈ, હિતેશભાઈ, સરોજબેન, સ્વ.રમાબેન તથા મધુબેનના માતા ખેરડી નિવાસી ભીખાલાલ ઘેલાભાઈ બુદ્ધદેવ, નાનુભાઈ ઘેલાભાઈ બુદ્ધદેવના બહેનનું તા.19ના અવસાન થયુ છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.ર1નાં સાંજે 4 થી પ ફુલેશ્વર મહાદેવ મંદિર, ધુડશીયા છે.

રાજકોટઃ જયેશભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ તે ભાસ્કરભાઈ ભટ્ટના પુત્ર, અ.સૌ.સ્વ.ભાવનાબેનના પતિ, સિદ્ધાર્થ, પાર્થ ભટ્ટના પિતા, કિંજલ પાર્થ ભટ્ટના સસરા, કુમારી રુદ્રાશીના દાદા, ગીતાબેન, ભાવેશભાઈ ભટ્ટના ભાઈનું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.ર1ના સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને છે.

રાજકોટઃ વાસાવડ નિવાસી વાલમ બ્રાહ્મણ મહાશંકરભાઈ ગૌરીશંકરભાઈ પંડÎા (ઉં.89) તે સ્વ.સરલાબેન મહાશંકરભાઈ પંડÎાના પતિ, ગિરીશભાઈ, નીતિનભાઈ, કિરણભાઈ, સ્વ.નીતાબેન હર્ષદભાઈ પુરોહિત, મીનાબેન પ્રકાશભાઈ વ્યાસના પિતા, વૈશાલીબેન, સરોજબેનના સસરા, હેમાલીબેન કેયુરકુમાર ઓઝા, અભિષેક, પૂજા, બંસી અને વ્યોમના દાદાનું તા.19ના અવસાન થયુ છે. બેસણુ તા.ર3ના સાંજે 4 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

ગઢડા (સ્વામીના)ઃ વૃજલાલ વનમાળીદાસ રાઠોડ (ઉ.70) તે સ્વ.નીતિનભાઈ, રોહિતભાઈ, જયશ્રીબેન ચુડાસમા (સા.કુંડલા)ના પિતા, મહેશભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ, સ્વ.યશવંતભાઈ, કિશોરભાઈ, ઉષાબેન, વર્ષાબેન (અમદાવાદ), રીટાબેન (સુરેન્દ્રનગર), જ્યોતિબેન (બોટાદ)ના મોટાભાઈ, દર્શક, રવિ (વડોદરા), પ્રતીક, રાજ, ધાર્મિક, ધવલ, આર્યનના દાદાનું તા.19ના અવસાન થયું છે. બેસણુ તા.ર0/રનાં સાંજે 4 થી 6 લુહાર સમાજ જ્ઞાતિની વાડી, ભાથીજી મહારાજની દેરી પાસે,

ગઢડા છે.

ઇ-પેપરના નવા શુલ્ક