• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

ગુજરાતનું રૂ.2.71 લાખ કરોડનું મહેસૂલી આવકનું લક્ષ્ય

(હૃષિકેશ વ્યાસ તરફથી)

અમદાવાદ, તા.19 : ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2026-27ના બજેટના આંકડા રાજ્યની આર્થિક સદ્ધરતા અને વિકાસની તેજ ગતિની સાક્ષી પૂરે છે. રાજ્યની કુલ મહેસૂલી આવક 2022-23માંમાં આશરે 1.99 લાખ કરોડ હતી. જે આગામી નાણાકીય વર્ષ 2026-27માં વધીને રૂ. 2,71,602 કરોડ થવાનો અંદાજ છે. આ આંકડા દર્શાવે છે કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતની આવકમાં આશરે 36 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને વર્ષ 2025-26ના 2.52 લાખ કરોડના સુધારેલા અંદાજની સરખામણીએ 2026-27માં આવકમાં 7.47 ટકાનો વધારો નોંધાયો છે.

2026-27માં રાજ્ય સરકાર તેની કુલ મહેસૂલી આવકના મોટા હિસ્સા સમાન રૂ. 1,64,221 કરોડ પોતાના સ્ત્રોતો દ્વારા એકત્રિત કરશે. જેમાં સ્ટેટ ઋજઝ (જઋજઝ) 80,127 કરોડ સાથે મોખરે રહેશે. જે 2022-23ની સરખામણીએ 53 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવે છે.  જોકે, કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળતા સહયોગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કેન્દ્રીય કરવેરામાં ગુજરાતનો હિસ્સો 12 ટકાના વધારા સાથે રૂ. 57,253 કરોડ થશે જ્યારે, સામે પક્ષે ગુજરાતને મળનારી કેન્દ્રીય ગ્રાન્ટમાં અંદાજે 33 ટકાનો ઘટાડો નોંધાશે.

બજેટમાં જાહેર કરાયા મુજબ રાજ્ય સરકારે, આ વધારાની આવકનો મહત્તમ લાભ સામાજિક સુરક્ષા અને પાયાની સુવિધાઓમાં આપવાનું નક્કી કર્યું છે. શિક્ષણ માટે રૂ. 57,000 કરોડથી વધુ અને આરોગ્ય માટે રૂ. 21,000 કરોડથી વધુની ફાળવણી સાથે સરકાર ‘િમશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ અને ‘પીએમ-જેએવાય’ જેવી યોજનાઓને વધુ વેગ આપશે.

ઇ-પેપરના નવા શુલ્ક