• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

વેસ્ટ બેંક મુદ્દે ભારતે ન આપ્યો ઈઝરાયલનો સાથ

મોદીની યાત્રા પહેલા ભારતનું કૂટનીતિક પગલું : 100થી વધારે દેશ અને સંગઠન સાથે મળીને વેસ્ટ બેંક ઉપર ઈઝરાયલના કબજાનો વિરોધ કર્યો

 

નવી દિલ્હી, તા. 19 : ઈઝરાયલનું સદાબહાર મિત્ર હોવા છતા ભારતે તેના એક કદમની આલોચના કરી છે. મામલો પેલેસ્ટાઈનના વેસ્ટ બેંક સંબંધિત છે. જેના ઉપર ઈઝરાયલ  કબજો કરી રહ્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં એક મહત્ત્વનું કૂટનીતિક પગલું ભરતા 100થી વધારે દેશ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે મળીને વેસ્ટ બેંક ઉપર ઈઝરાયલના નિયંત્રણને મજબૂત કરવાના પ્રયાસોની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ ઘટનાક્રમ નરેન્દ્ર મોદીની આગામી સપ્તાહે થનારી ઈઝરાયલની મુલાકાત પહેલા સામે આવ્યો છે.

ભારતે એવા સંયુક્ત નિવેદનનું સમર્થન કર્યું છે જેમાં વેસ્ટ બેંકમાં ઈઝરાયલની ગતિવિધીઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવવવામાં આવ્યું છે. ભારતે બુધવારે મોડી રાત્રે સમય સીમા સમાપ્ત થવાના પહેલા નિંદા પ્રસ્તાવ ઉપર

હસ્તાક્ષર કર્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વેસ્ટ બેંક ઉપર ઈઝરાયલની હાજરી વધારવાનો એકતરફી નિર્ણય અવૈધ છે. દેશોએ કોઈપણ પ્રકારના વિલય કે કબજાના પ્રયાસનો પૂરજોશ વિરોધ કર્યો હતો. વધુમાં 1967 બાદથી કબજાના પેલેસ્ટાઈન ક્ષેત્રની જન સંરચના, ચરિત્ર અને સ્થિતિને બદલવાના કોઈપણ પ્રયાસને ખારિજ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં હસ્તાક્ષર કરનારા દેશોનું માનવું છે કે ઈઝરાયલના નિર્ણયથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાના પ્રયાસો કમજોર થશે.

આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પીએમ મોદી આગામી અઠવાડીયે ઈઝરાયલના ઐતિહાસિક પ્રવાસે જવાના છે. પોતાની આ યાત્રા દરમિયાન પીએમ મોદી ઈઝરાયલની સંસદને પણ સંબોધિત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારત દ્વારા ઈઝરાયલની નિંદાના નિર્ણયને એક સંતુલિત કૂટનીતિના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક