• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

રાહુલને હત્યાની ધમકી મળી !

કોંગ્રેસનો દાવો : કરણી સેનાની અન્ય 25 સાંસદને પણ ગોળી મારવાની ધમકી

 

નવી દિલ્હી, તા. 19 : કોંગ્રેસે ગુરુવારે એક ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું કે, કરણી સેનાના એક કાર્યકરે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ગોળી મારવાની ધમકી આપી છે.

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ આ ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે, કરણી સેનાએ રાહુલ ગાંધી અને અન્ય 25 સાંસદને ધમકી આપી હતી. આ ધમકી એક સુનિયોજિત અને કપટભર્યા કાવતરાંનો જ એક ભાગ છે. કટ્ટરપંથીઓ પહેલાં જૂઠાણાં ફેલાવે છે, પછી રાજકીય સત્તાધીશો તેને આગળ વધારે છે, તેવું ખેડાએ કહ્યું હતું.

આરએસએસ અને ભાજપ તંત્ર આખી ‘ગોડસે ફેક્ટરી’ છે. તે વખતે પણ ગોડસે બનાવાયો હતો, આજે પણ ફરી એ જ કામ કરાઇ રહ્યું છે, તેવા પ્રહારો તેમણે કર્યા હતા. દરમ્યાન વીડિયો સામે આવ્યા બાદ કોટા પોલીસે આરોપી રાજ આમેરાની ધરપકડ કરી હતી.

આમેરાએ આરોપ ફગાવી દેતાં કહ્યું હતું કે, મને વીડિયોની કોઇ ખબર જ નથી, વિપક્ષે બોગસ આઇડી બનાવીને આ વીડિયો બનાવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક