તાલાલા:
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ જયંતીલાલ જીવનલાલ મહેતા (આખાવાળા) (ઉં.91) તે હિતેશભાઈ, ધર્મેશભાઈ,
દિવ્યેશભાઈના પિતા, અશ્વિનભાઈ, સ્વ.રાજુભાઈ, ભગવતીભાઈના કાકા, જગદીશચંદ્રના સસરા, નીલેશભાઈ,
અશોકભાઈ, દીપકભાઈના બનેવીનું તા.3ના રોજ અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.1નાં બપોરે
3 થી પ વાલકેશ્વર મહાદેવ મંદિર, રમળેચી રોડ, તાલાલા છે તેમજ જૂનાગઢ ખાતેની પ્રાર્થના
સભા તા.રને શુક્રવારે બપોરે 3 થી પ નાથળીયા
બ્રહ્મ સમાજવાડીમાં છે.
પોરબંદર:
અશોકભાઈ કાનજીભાઈ મજીઠીયા (ઉં.77) તે સ્વ.જગજીવનભાઈ, કાનજીભાઈ મજીઠીયાના ભાઈ, કમલભાઈ,
રાજેશભાઈ, સંજયભાઈના કાકાનું તા.ર9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1નાં 4.1પ થી
4.4પ દરમિયાન લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે.
કોડીનાર:
મૂળ મોરવડ નિવાસી હાલ કોડીનાર પ્રાણજીવનદાસ (બટુકભાઈ) ગોવિંદભાઈ ગોટેચા (ઉં.81) તે
સ્વ.િહંમતભાઈ, સ્વ.કાંતિભાઈના નાનાભાઈ, ભાવેશભાઈ (ભુજ), પંકજભાઈ (દુબઈ), ધર્મેશભાઈ
(મુન્નાભાઈ), રીટાબેન રાજેશકુમાર રૂપારેલિયાના પિતા, સ્વ.કેશવલાલ નાથાલાલ કોટડીયા
(પીરવડ)વાળા હાલ સુરતના જમાઈનું તા.30ના અવસાન થયું છે. અંતિમયાત્રા તા.31ના સવારે
10 કલાકે તેમના નિવાસ સ્થાન વકીલ શેરી, કોડીનાર ખાતેથી નિકળશે. ઉઠમણુ તા.31ના સાંજે
4 થી 6 કલાકે જંગલેશ્વર મહાદેવના મંદિર કોડીનાર છે.
ચિત્તલ:
લુહાર કારેલીયા જસુમતિબેન (ઉં.66) તે મનહરલાલ (ગુણાભાઈ)ના પત્ની, રાજેશભાઈ, વિશાલભાઈના
માતાનું તા.ર8ના અવસાન થયુ છે. બેસણુ તા.1ના બપોરે 3 થી 6 લુહાર જ્ઞાતિની વાડી (ભીડભંજન
મહાદેવના મંદિર પાસે) લુહાર શેરી, નદી કાંઠે, ચિતલ છે.