• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

avshan nodh

રાજકોટ: મહેશકુમાર વ્રજલાલ સરૈયા (મુળ કેશોદ) (ઉ.વ.65) તે ભાવનાબેનના પતિ, મૌલીકભાઈ, બોસ્કીબેન કિરેશભાઈ સાગલાની અને વૈશાલીબેન સાગરભાઈ રૂપારેલીયાના પિતા, ધ્રુવી મૌલિક સરૈયાના સસરા તથા કાવ્યા અને પ્રથમના દાદા, શાંતિભાઈ, વિનોદભાઈ, જયાબેન, હરેશભાઈના ભાઈ, મગનલાલ મોનજી રાયઠઠ્ઠાના જમાઈ તથા દિનેશભાઈ રાયઠઠ્ઠાના બનેવી, મનીષભાઈ, ચેતનભાઈ, નીશાબેનના કાકા તેમજ પૂજાબેન અને મીતભાઈના મોટાબાપુજીનું તા.26ને શુક્રવારે અવસાન થયું છે. ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા.29ને સોમવારે સાંજે 4 થી 5, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક, રાજકોટ ખાતે છે. બેસણું તા.1ને ગુરૂવારે સાંજે 4 થી 5, લોહાણા મહાજન વાડી, વિભાગ એ, આંબાવાડી, કેશોદ મુકામે છે.

પોરબંદર: ધીરજલાલ જેઠાભાઇ રૂઘાણી (ઉં.85) તે ભરતભાઈ તથા વીણાબેન નટવરલાલ કોટેચાના મોટાભાઇ, જાગેશભાઇ, ચેતનભાઇ, વર્ષાબેન શંકરલાલ ખોડા, અનસુયાબેન અનિલભાઇ હાથીના પિતાશ્રી તથા કિશન, શ્યામ, દર્શન, જીતેન અને જયના દાદાનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.29ને સોમવારે 4-15થી 4-45 લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે પિયર પક્ષની સાદડી પણ સાથે છે.

જેતલસર: ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિ ચંપકલાલ (ભીખુભાઇ) નાનજીભાઇ મકવાણા (ઉં.81) તે રાજેશભાઇ, હર્ષદભાઇ, કિરણબેન તથા ભાવનાબેનના પિતાશ્રીનું તા.27ને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.29ને સોમવારે 4થી 6 દામોદર કુંજ કટકા વિસ્તાર જેતલસર ખાતે છે.

રાજકોટ: શાંતિલાલ નાનજીભાઇ પીઠવા (ઉં.83) તે કાંતિભાઇના મોટાભાઇ, હરેશભાઇ, સ્વ. રાજેશભાઇ, રેખાબેન જશવંતકુમાર દાવડાના પિતાશ્રી તથા સંજયભાઇ, પારસભાઇ, નિલેશભાઇના બાપુજીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ને સોમવારે સાંજે 4થી 6 લુહાર બોર્ડિંગ, રાષ્ટ્રીય શાળા સામે, રાજકોટ તેમજ તા.1ને ગુરુવારે બપેરે 3-30થી 4-30 ગ્રામ પંચાયત હોલ, મોટી ખિલોરી ખાતે છે.

વડીયા: પ્રભાબેન (ઉં.75) તે હસમુખરાય (ભીખુભાઇ) જેઠાભાઇ જેઠવાનાં પત્નીનું તા.27ના અવસાન થયું છે. બેસણું સોમવાર તા.29ના સાંજે 4થી 6 તેમનાં નિવાસસ્થાન, સુરગપરા, પાવર હાઉસ રોડ, શ્રી કંઠડનાથજીના મંદિર સામે છે. પિયરપક્ષની સાદડી પણ સાથે જ છે. લૌકિક પ્રથા બંધ છે.

રાજકોટ: દશાશ્રીમાળી જૈન વણીક સતીષભાઇ મોદી (ઉં.64) તે સ્વ. ધીરજલાલ મોહનલાલ મોદીના પુત્ર, કાશ્મીરાબેનના પતિ, પારસ, યશ, શ્રુતી પ્રતીકકુમાર ગાંધીના પિતા, હિતેન્દ્રભાઇ, ભરતભાઇ સ્વ. જયશ્રીબેન શેઠ, શિતલબેન મહેતાના ભાઇ, સ્વ. કુમુદચંદ્ર શાંતિલાલ મહેતાના જમાઇ (મોરબી)નું તા.27ને શનિવારે અવસાન થયું છે. ઉઠમણું તા.29ને સોમવારે રોયલ પાર્ક, જૈન ઉપાશ્રયે રાજકોટ ખાતે સાંજે 4થી 5 છે.

રાજકોટ: નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ ભગવતીપ્રસાદ હરિલાલ દવે (ઉં.75) તે મિતેશભાઇ, સમીરભાઇ અને અપૂર્વભાઇના પિતાશ્રીનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.29ને સોમવારે સાંજે 3થી 5 શિવ સાંઇ ધામ, રાધા પાર્ક શેરી નં.1, અયોધ્યા ચોક પાસે, રાજકોટ ખાતે છે.

જોડીયા: વસંતબેન પ્રિતમલાલ જાની (ઉં.95) તે જીતેન્દ્રભાઇ, મનોજભાઇ, વિજયભાઇ તથા હર્ષદભાઇનાં માતાનું અવસાન થયું છે. ઉઠમણું તા.29ને સોમવારે સાંજે 4થી 5 વકીલ શેરી, પરા વિસ્તાર જોડિયા મુકામે છે.

રાજકોટ: સુરેશકુમાર ચત્રભૂજભાઈ પુજારા તે રાકેશ તેમજ કાજલબેન સંજયકુમાર દક્ષિણી (ધ્રાંગધ્રા)ના પિતાશ્રી, સ્વ.વસંતભાઈ, ભુપતભાઈ, સ્વ.પ્રભાબેન લીલાધરભાઈ કોટક, સ્વ.િવજયાબેન મોહનલાલ કોટક અને સ્વ.સુધાબેન મહેન્દ્રકુમાર રવેશિયાના ભાઈ, સ્વ.રમેશચંદ્ર અમૃતલાલ કારીયા, ભરતભાઈ અમૃતલાલ કારીયા, સ્વ.મહેન્દ્રભાઈ અમૃતલાલ કારીયા તેમજ રાજેન્દ્રભાઈ અમૃતલાલ કારીયાના બનેવીનું તા.28ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.29ને સોમવારે નાગેશ્વર મહાદેવ મંદિર, સંતોષીનગર ફાટકની સામે, રેલનગર, રાજકોટ ખાતે સસુર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: લલીતાબા (ઉ.વ.81) તે દરબાર સાહેબ સ્વ.નાનભા હરિસિંહ વાઢેર (નંદાણા-ઓખા મંડળ)ના કુંવરીબા, સ્વ.દરબારસાહેબ નરેન્દ્રસિંહ નાનભા વાઢેર અને દરબારસાહેબ કીર્તિસિંહ નાનભા વાઢેરના બહેન અને કુમાર દુષ્યંતસિંહ કીર્તિસિંહ વાઢેર અને કુમાર વિક્રમસિંહ નરેન્દ્રસિંહ વાઢેર અને ભાવનાબા સુભાષચંદ્રસિંહ જાડેજા (લાલપુર હાલ લંડન) તથા પદ્મીનીબા કુલદીપસિંહ ગોહીલ (પીથલપુર-પાલીતાણા)ના ફૈબાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ને સોમવારે સાંજે 4 થી 5, રાષ્ટ્રીય શાળા, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે છે.

બગસરા: અમરબાઈબેન દેશાભાઈ લિખડા (ઉં.90) તે બદરૂભાઈના માતાનું તા.27ને શનિવારે અવસાન થયું છે. દશા તા.5ને સોમવાર અને ઉત્તરક્રિયા તા.6ને મંગળવારે લુહાણા મહાજન વાડી, અમરેલી રોડ, બગસરા ખાતે છે.

બગસરા: હંસાબેન ખીમસુરીયા (ઉ.વ.65) તે દેશાભાઈ દેવદાનભાઈ ખીમસુરીયાના પત્ની, અરવિંદભાઈ તેમજ વિજયભાઈના માતાનું તા.27ને શનિવારે અવસાન થયું છે. ઉત્તરક્રિયા અને પાણીઢોળ તા.2ને શુક્રવાર તેમના નિવાસ સ્થાન, આંબેડકર ભવન, એસટી બસ સ્ટેશન પાસે છે.

રાજકોટ: વિમલભાઈ રાવલ (ઉ.વ.51) તે મુળ હળવદ નિવાસી સ્વ.પ્રતાપરાય તથા સ્વ.રમાગૌરીના પુત્ર, સ્વ.જ્યોતિબેનના પતિ, તન્વી રાજકુમાર ચોટાઈ, ખુશી તથા વત્સલના પિતા, જીજ્ઞેશ રાવલના મોટાભાઈ તથા ચાર્મી રાવલના જેઠ તેમજ નિત્યા અને રૂદ્રાના ભાઈજીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તથા સ્વસુર પક્ષ (ઠા.રામજીભાઈ રાયચુરા)ની સાદડી તા.29ને સોમવારે સાંજે 4 થી 5, સોમેશ્વર મહાદેવ મંદિર, જીવનનગર-4, અનીલ જ્ઞાન મંદિર પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: નુરૂદીનભાઈ ઈબ્રાહીમજી સાદીકોટ (િનવૃત્ત સૈફી હાઈસ્કૂલ ક્લાર્ક) તે દુરૈયાબેન (શાળા નં.13ના નિવૃત્ત પ્રિન્સીપાલ)ના પતિ, હુસેનભાઈ (િક્રસ્ટલ આઈ ઓપ્ટીકલ્સ), તસ્નીમબેન આસીફ જરીવાલા (જુનાગઢ), અલીફીયા મોઈઝભાઈ બારભાયા (રાજ ઓપ્ટીકલ્સ)ના પિતા, મોહંમદહુસેનભાઈ, શબ્બીરભાઈ, અસ્માબેન, શીરીનબેન, શરીફાબેન, મરહુમ મહેફુઝાબેનના ભાઈનું તા.27ને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.29ને સોમવારે તેમના નિવાસ સ્થાન, સૈફી કોલોની, બ્લોક નં.59, શીતળા મંદિર પાસે, બેડીપરા, રાજકોટ ખાતે સાંજે 4 થી 5, છે. જિયારતના સીપારા તા.29ને સોમવારે સૈફી કોલોની, મવાઈદમાં જોહર અસરની નમાઝ બાદ છે.

કોટડાસાંગાણી: રામોદ નિવાસી દેવકુભાઇ ખીમાભાઇ ખાટરિયા (દેવાયતભાઇ) તે યુવરાજભાઇ (મહામંત્રી કોટડા સાંગાણી તાલુકા ભાજપ)ના પિતાશ્રી, કનુભાઇ, અર્જુનભાઇ ખાટરીયા (સદસ્ય જિલ્લા પંચાયત કોટડાસાંગાણી), જશુભાઇ, નિર્મળભાઇના મોટા ભાઇનું તા.28ને રવિવારે અવસાન થયું છે.

રાજકોટ: ભાણવડ નિવાસી છોટાલાલ દયાળજીભાઇ મશરૂ (ઉ.92)તે સ્વ. પન્નાબેન અશોકભાઇ ભોજાણી, અતુલભાઇ તથા કિરણબેનના પિતાશ્રી, જીજ્ઞલ નિમિતકુમાર રાયચુરા અને મનનના દાદા, રાજના નાના, હિતેશભાઇ રાયચુરાના વેવાઇનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, નાગેશ્વર મહાદેવ મંદિર, બાપા સિતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતે તા.29ને સોમવારે સાંજે 4-30 થી 5-30 છે.

ધ્રોલ: વર્ષાબેન કોઠારી (ઉ.વ.69) તે ધીરેન્દ્ર સ્ટોર્સવાળા રવિન્દ્રભાઈ રતિલાલ કોઠારીના પત્ની, વિશાલભાઈ, કુણાલભાઈ, તેજસભાઈના માતા, ધીરેનભાઈ, ઈલાબેન, દિપકભાઈના ભાભી તથા મોરબી નિવાસી સ્વ.અંબાવિદાસભાઈ વલ્લભદાસભાઈ શાહના પુત્રીનું તા.28ને રવિવારે અવસાન થયું છે. સાદડી તા.1ને ગુરૂવારે ધ્રોલ મુકામે રાજપુત સમાજ વાડી-દરબાર ગઢ પાસે, સાંજે 4 થી

5 છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક