લીલિયા
લોહાણા મહાજનના અગ્રણી રસિકલાલ ઉનડકટનું અવસાન
ચલાલા,
તા.ર9: મૂળ ચલાલાના રહેવાસી અને હાલ લીલિયા રહેતા લોહાણા મહાજનના સંનિષ્ઠ આગેવાન ગાંધી
મેડિકલવાળા રસિકલાલ જીવનલાલ ઉનડકટ (ઉં.8પ)નું તા.ર9ને સોમવારે અવસાન થયું છે. સ્વ.રસિકલાલ
મહાજન સહિતની અનેક સામાજીક સંસ્થાઓમાં જવાબદારી વહન કરી સેવા કાર્ય કર્યુ હતું. આજે
લીલીયાના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સ્મશાન
યાત્રામાં નગરજનોએ ઠેર ઠેર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓ હંમેશા જરુરીયાતમંદ લોકોને
મદદરૂપ બનતા હતા. તેઓ લીલીયાના રઘુવંશી અગ્રણી જયેશભાઈના પિતાશ્રી તેમજ ચંદુભાઈ (ગોલ્ડન
ટી. ડેપો, ચલાલા), ધીરુભાઈ (કુંકાવાવ), સ્વ.દિનુભાઈ, સ્વ.નવલભાઈ, સુરેશભાઈ (પૂર્વ મંત્રી
ચેમ્બર ઓફ કોમર્સ)ના મોટાભાઈ થાય. સાદડી તા.1ને ગુરૂવારે સાંજે 4 થી 6 ચલાલા લોહાણા
મહાજનવાડી ખાતે છે.
ચક્ષુદાન
રાજકોટ:
મૂળ વાંકાનેરના વતની અને રાજકોટ જૈન સમાજના સેવાભાવી ડો. ગુણવંતભાઇ વૃજલાલ શેઠનું અવસાન
થતા પરિવારની સહમતિથી અને વિવેકાનંદ યુથ કલબના સહયોગથી સદ્ગતના ચક્ષુનું દાન કરાયું
છે. સંસ્થા દ્વારા આ 181મું ચક્ષુદાન છે. ચક્ષુદાન કરવા ઇચ્છુકોએ ચક્ષુદાન જાગૃતિ અભિયાન
સમિતિના સંયોજક અનુપમ દોશીનો મો.નં. 94282 33796 ઉપર સંપર્ક સાધવો.
પોરબંદર:
કમળાબેન (ઉં.65) તે હેમંતલાલ લાલજીભાઈ સામાણીના પત્ની તથા અનિલભાઈ, વિરલભાઈ, વસંતાબેન,
રક્ષાબેન, નીતલબેન, ભાવનાબેન અને પ્રજ્ઞાબેનના માતુશ્રી તથા જયેન્દ્રભાઈ લાલજીભાઈ સામાણીના
ભાભીનું તા.ર9ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.31ને બુધવારે 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડીના
પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત રાખેલ છે.
પોરબંદર:
પોરબંદર (ચિખલોદ્રા) નિવાસી બર્ડાઈ બ્રાહ્મણ અનસુયાબેન (ઉ.68) તે વલ્લભભાઈ પરસોત્તમ
મોઢાના પત્ની, ચેતનાબેન હરસુખભાઈ જોશી તથા જાનકીબેન મનીષભાઈ જોશીના માતૃશ્રી, કાવ્ય
અને હિતના નાની માનું તા.ર8ના અવસાન થયું છે. ઉઠમણુ તા.1ને ગુરૂવારે 4 થી 5 તેમના નિવાસ
સ્થાને ઓમનગર, જ્યુબેલી ખાતે રાખેલ છે.
જૂનાગઢ:
હીરજીભાઈ જેરામભાઈ કાચા તે મહેશભાઈ (ઓસ્ટ્રેલિયા) ભાવેશભાઈ (લંડન) તથા નીતાબેન (રાજકોટ)ના
પિતાનું તા.ર9ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.31ના રોજ 3 થી પ, તેમના નિવાસ
સ્થાન પ્રભુ પ્રસાદ એપાર્ટમેન્ટ, તનિષ્ક શો રૂમની બાજુમાં, મોતીબાગ સામે, જૂનાગઢ ખાતે
રાખેલ છે.
જૂનાગઢ:
ધીરજલાલ ચુનીલાલ રૂપારેલિયા (ઉ.8ર) તે મંજૂલાબેનના પતિ તેમજ સ્વ.શાંતિલાલ અને સ્વ.કાંતિલાલના
નાનાભાઈ તેમજ હિતેશ અને નિલેશના પિતા, પાર્થ, ઝીલ, ઓમના દાદા તેમજ રતનશીભાઈ તન્ના (રાજકોટ)ના
જમાઈનું તા.ર8ના રોજ અવસાન થયું છે. બેસણુ તેમજ પિયર પક્ષની સાદડી તા.1ના રોજ ગુરૂવારે
સાંજે 4 થી પ, જાગનાથ મંદિર, જલારામ સોસાયટી, જૂનાગઢ ખાતે રાખેલ છે.
ગોંડલ:
મેફૂજાબેન મુસાજીભાઈ ચૌહાણ તે ઝ.મ. અબ્દુલ્લાભાઈ મુ.અકબરઅલી સદીકોટના બૈરો, મફદલભાઈ,
શબ્બીરભાઈ, હુસેનીભાઈના માતા (જનતા સ્ટીલ ટ્રેડર્સ), તસ્નીમબેન (ચલાલા), નજમાબેન (ભાવનગર),
સકીનાબેન (વિસાવદર)ના સાસુ, મુસ્તફા તથા હૈદરના દાદીનું તા.ર9ના સોમવારે અવસાન થયું
છે. જીયારતના સિપારા તા.31ને બુધવારે સવારે 11.30 કલાકે મસ્જિદ આંબલી શેરી, ગોંડલ મુકામે
છે.