ચક્ષુદાન
રાજકોટ:
પુષ્પાબેન કનૈયાલાલ પોબારૂનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 787 દાન થયેલ છે.
રાજકોટ:
સોની સ્વ.ચતુરદાસ વાલજીભાઈ આડેસરા (કરાંચીવાળા)ના પુત્રવધૂ તે સ્વ.સોની મુકુન્દરાય
આડેસરાના પત્ની ચંપાબેન (ઉં.85) તે નીતેષભાઈના માતા, સોની જયંતીલાલ દામોદરદાસ પારેખ
(બાણુગરવાળા)ના પુત્રી, સ્વ.બાબુભાઈ, સ્વ.ગોપાલભાઈ, જીતેન્દ્રભાઈ, દીપકભાઈના બહેનનું
તા.25ના અવસાન થયું છે બન્ને પક્ષનું બેસણું તા.26ના સાંજે 4થી 5-30, વાઘેશ્વરી વાડી,
રામનાથપરા, રાજકોટ છે.
રાજકોટ:
ચમનલાલ વ્રજલાલ પારેખ (મોદી) તે કુંદનબેનના પતિ, જીતેશભાઈ, કીર્તિબેન, આશાબેનના પિતા,
માનસીબેનના સસરા, ક્રિષ્નવી, નૈતિકના દાદાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના
4-30થી 6, જૈન બોર્ડિંગ મહાવીર ભવન, માલવિયા ચોક ખાતે છે.
રાજકોટ:
ખાંભા (તા.લોધિકા) હાલ રાજકોટ જાડેજા હરદેવસિંહ જીલુભા (ઉં.77)નું તા.24ના અવસાન થયું
છે. બેસણું તા.26ના સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાને છે.
પોરબંદર:
કાજલબેન વાકાણી (ઉં.39) તે પ્રીતેશભાઈ મનસુખલાલ વાકાણીના પત્ની, પ્રુશ્ટિના માતા, હસમુખભાઈ
હીરજીભાઈ ચંદારાણાની પુત્રી, ધર્મેશભાઈના બહેનનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા,
પિયર પક્ષની સાદડી તા.26ના સાંજે 4-15થી 4-45, પોરબંદર લોહાણા મહાજન વંડી, પ્રાર્થનાસભા
હોલમાં છે.
નિકાવા:
સ્વ.હીરાભાઈ શામજીભાઈ ગોહેલના પુત્ર ભરતભાઈ (ઉં.51) તે અશોકભાઈ, પ્રકાશભાઈ, શૈલેષભાઈના
નાના ભાઈનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 3થી 5, તેમના નિવાસ સ્થાન,
નિકાવા છે.
કલ્યાણપુર:
રમેશભાઈ વલ્લભભાઈ પોપટ (કલ્યાણપુર)એ જૂનાગઢવાળા ધીરુભાઈ, ભરતભાઈ, મનુભાઈ, સરલાબેન,
તારાબેન, રીટાબેન તથા રેખાબેનનાં મોટાભાઈ, નરેન્દ્રભાઈ (ભાટીયા), સ્વ.વિજયભાઈ (ખાખરડા)
અને હરીશભાઈ (પોરબંદર), પંકજભાઈના સાળાનું તા.રપના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર6ના
4 થી 4.30 કલ્યાણપુર લોહાણા મહાજનવાડીએ છે.
રાજકોટ:
ચંદ્રીકાબેન તન્ના (ઉં.67) તે પ્રવિણભાઈ નંદલાલભાઈ તન્નાના પત્ની તે મિતુલભાઈ, નયનભાઈ,
બિન્દુબેનના માતા, નટવરલાલ પ્રાગજીભાઈ શિંગાળાના પુત્રીનું તા.રપના અવસાન થયુ છે. બેસણુ,
પિયરપક્ષની સાદડી તા.ર7ના સાંજે 4 થી પ.30 પેરેડાઈઝ હોલ, બાપા સીતારામ ચોક, રૈયા રોડ,
રાજકોટ છે.
જેતપુર:
વડિયા નિવાસી હાલ જેતપુર બાબુલાલ કલ્યાણજીના પુત્ર વિજયભાઈ (ક્રિષ્ના સ્ટેશનરી)ના પત્ની
મીતાબેન (ઉ.7ર) તે હરિદાસ કાનજી પોપટ (જૂનાગઢ)ના દિકરી અને ગોપાલભાઈ તથા હરીશભાઈના
ભાભી, સૂચિતાબેન ભાવેશકુમાર કોટક, દર્શનાબેન દર્શિતકુમાર કક્કડ, અખંડાબેન ભાવિનકુમાર
ગણાત્રાના માતાનું તા.ર4ના અવસાન થયુ છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.ર6ના સાંજે 4
થી પ જૂની લોહાણા મહાજનવાડી, ફૂલવાડી રોડ, જેતપુર છે.
અમદાવાદ:
ઢસા નિવાસી હાલ અમદાવાદ ભરતભાઈ લાલજીભાઈ રાજાનીના પુત્ર જીમીતભાઈ ભરતભાઈ રાજાની (ઉં.39)નું
તા.ર3ના અવસાન થયુ છે.
જામનગર:
જયેન્દ્રભાઈ કરસનદાસ મજીઠીયા તે રાજેન્દ્રભાઈ, મીનલબેન હિતેશભાઈ ગોકાણી, જુલીબેન નયનભાઈ
તન્ના, રિદ્ધિબેન વિજયભાઈ તન્નાના પિતા, પરસોતમભાઈ નરસિંદાસ સોમૈયાના જમાઈનું તા.ર4ના
અવસાન થયુ છે. બેસણુ, સસરા પક્ષની સાદડી તા.ર6ના સાંજે 4 થી 4.30 પાબારી હોલ, જામનગર
છે.
જૂનાગઢ:
મુળ કાથરોટા હાલ જેતપુર નિવાસી નર્મદાબેન દેવમુરારી (ઉ.8પ) તે સ્વ.ત્રિભોવનદાસ ગોકળદાસ
દેવમુરારીના પત્ની, જયસુખભાઈ (જેતપુર), વિષ્ણુભાઈ (રાજકોટ), ચંદ્રિકાબેન શૈલેષકુમાર
નિમાવત (અમદાવાદ), મીનાબેન કિશોરકુમાર નિમાવત (બાંટવા)ના માતા તથા કિશોરભાઈ (રાજકોટ)ના
કાકીનું તા.રપના અવસાન થયુ છે. બેસણુ તા.ર7ના સાંજે 4 થી 6 અવધ બંગ્લોઝ, વેકરીયાનગર,
શ્યામવાડી પાસે, અમરનગર રોડ, જેતપુર છે.