• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

જામનગર : હાલારી ભાનુશાળી જૂની પેઢીના હરિલાલ શામજીભાઈ ફલિયાનું 98 વર્ષની વયે અવસાન

જામનગર: હાલારી ભાનુશાળી જૂની પેઢીના આધુનિક ખેડૂત, ચિકોરીના પ્રણેતા એવા હરિલાલ શામજીભાઈ ફલિયા (હરિભાઈ હોટલવાળા)(ઉં.98) વર્ષની વયે તા.12ના અવસાન થયું છે. તેઓની નીકળેલ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, શહેરીજનો જોડાયા હતા. તા.7 એપ્રિલ 1928માં જન્મેલા એવા હરિલાલ ખેડૂત પુત્ર, ખેતીમાં અનેક શોધો કરનાર અને પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક લોકો પાસે 100થી વધુ મેડલો, સર્ટિફિકેટ તેઓએ મેળવ્યા હતા. હરિભાઈનું 1971માં એરફોર્સ બ્રિગેડીયર પરબ દ્વારા સન્માન કરાયું હતું. તેઓની દેશદાઝ દર વર્ષે રાષ્ટ્ર ધ્વજ દિવસે સૈનિકો માટે લેવાતા ફાળામાં તેઓ અચુકપણે કલેક્ટર ઓફિસે ફાંસો આપવા માટે પહોંચી જઈ પોતાના હસ્તે ફાળો અર્પણ કરાતા હતા.

 

ભાણવડ : પૂર્વ મંત્રી, ધારાસભ્ય મુળુભાઈ બેરાના માતાનું અવસાન, આજે બેસણું, પ્રાર્થનાસભા

ભાણવડ, જામનગર: આહીર સમાજના અગ્રણી અને ભાણવડ તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વ.હરદાસભાઈ હેભાભાઈ બેરાના પત્ની અમરીબેન (ઉં.104) તે સ્વ.નારણભાઈ, ધીરૂભાઈ, મુળુભાઈ બેરા (પૂર્વ કેબીનેટ મંત્રી), સ્વ.લખમણભાઈ, સ્વ.માલદેભાઈ, ભેનીબેન અને રંભીબેનના માતા, ગોવિંદભાઈ બેરાના દાદીનું તા.10ના માનપર ખાતે અવસાન થયું છે. બેસણું, પ્રાર્થનાસભા તા.13ને શનિવારે બપોરે 3થી 5, ભાણવડ આહીર, સમાજ, ભાણવડ ખાતે રાખેલ છે.

 

જામ ખંભાળીયા: સ્વ.કુરજીભાઈ કલ્યાણજીભાઈ વિઠ્ઠલાણીના પુત્ર જેન્તીભાઈ (ઉ.74) તે નરુભાઈ, રાજુભાઈ, વિનુભાઈ, હસમુખભાઈના મોટાભાઈ, તરુણભાઈ, કેતનભાઈ તથા હીનાબેન રવીકુમાર તન્નાના પિતા, ધ્યેય, જિયાંશ, નિવના દાદાનું તા.11ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.13નાં સાંજે 4 થી 4.30 ખંભાળીયા જલારામ મંદિરે છે. સ્વ.ભગવાનજી રામજી વિઠ્ઠલાણી મોસાળ પક્ષના જમાઈ, રાજેશભાઈ દિપકભાઈના બનેવી મૂળ જામનગર હાલ અમદાવાદ સાદડી સાથે છે.

બાબરા: ઠા. સ્વ.નાનાલાલ જસરાજભાઈ કારિયાના પુત્રી રમાબેન નવીનભાઈ ખગ્રામ (ઉ.71) તે સ્વ.પ્રવિણભાઈ, પ્રમોદભાઈ, હર્ષદભાઈ તથા મનસુખભાઈના બેનનું ગોંડલ ખાતે અવસાન થયું છે. ભરતભાઈ, રાજુભાઈ, સંદીપભાઈના ફૈબાની પિયર પક્ષની સાદડી તા.1પના બપોરે 3.30 થી પ સુધી લોહાણા મહાજનવાડી બાબરા છે.

વેરાવળ: મનોજકુમાર જેન્તીલાલ ચંદારાણા (ઉ.વ.પ0) તે સ્વ.જેન્તીલાલ ડાયાલાલ ચંદારાણા (પૂર્વ નગરપાલીકા કર્મચારી)ના પુત્ર, સંજય (આવાસ ફાઈનાન્સ)ના મોટાભાઈ, કિરણબેન અશ્વીનકુમાર આડતીયા, સુધીર ચંદારાણા (પીપલ્સ બેંક)ના ભાઈનું તા.1રના અવસાન થયુ છે. ઉઠમણુ તા.13નાં સાંજે 4 કલાકે, કામનાથ મંદિર, ઘનશ્યામ પ્લોટ, વેરાવળ છે.

વાંકાનેર: મગનલાલ નાનજીભાઈ સેજપાલના પુત્ર રમેશચંદ્રભાઈ (ઉ.8ર) તે પ્રભુલાલ, હસમુખભાઈ તથા જગદીશભાઈના ભાઈ, રેખાબેન ગિરિશકુમાર હીરાણી (મોરબી), પારૂલબેન સંજયકુમાર કોટેચા (મોરબી), કેતનભાઈ તથા પ્રદિપભાઈના પિતાનું તા.11ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.13ના સાંજે પ કલાકે સત્યનારાયણ મંદિર, મીલ પ્લોટ, અમરપરા સ્કૂલ પાસે, વાંકાનેર છે.

પોરબંદર: ત્રિભોવનદાસ પાબારી (ઉ.8પ) તેઓ સ્વ.મણીલાલ વશરામ પાબારીના પુત્ર, દીપકભાઈ, હર્ષાબેન ઉપેન્દ્રભાઈ પરીખ, ભાવિતાબેન અતુલભાઈ પોપટના પિતા, ફેનિલભાઈ, અક્ષીબેન જયભાઈ મજીઠીયાના દાદા, દેવેન્દ્રભાઈ, સુરેશભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.હેમલતાબેન પાબારી, સ્વ.જયશ્રીબેન વૃંદાવનદાસ ગણાત્રાના ભાઈનું તા.1રના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.13ના 4.1પ થી 4.4પ દરમિયાન પોરબંદર લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: સ્વ.હસમુખભાઈ પોપટલાલ ગોહેલ તે સ્વ.અરુણાબેનના પતિ, ભીખાલાલના નાનાભાઈ, નિરવભાઈ, જીજ્ઞેશભાઈ, જલ્પાબેનના પિતાનું તા.1રના અવસાન થયુ છે. બેસણુ તા.1પના સાંજે 4 થી 6, ન્યૂ પારસ સોસાયટી શેરી નં.3, બાબરિયા કોલોની પાછળ, કોઠારીયા રોડની બાજુમાં, રાજકોટ છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ધોરાજી નિવાસી હાલ રાજકોટ અનિરૂદ્ધભાઈ રામચંદ્રભાઈ દવે (ઉ.70) તે સ્વ.મનીષાબેનના પતિ, મૌલિકભાઈ, કાશ્મીરાબેન સમીરકુમાર મહેતા, ક્રિષ્નાબેન હિતેશકુમાર પાઠક, શિવાંગીબેન નમનકુમાર જોષીના પિતા, શ્રેયાબેનના સસરા, સ્વ.િકશોરભાઈના લઘુબંધુ, કૌશિકભાઈના મોટાભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણુ તા.1પનાં સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને પામ યુનિવર્સ પ્રસંગ હોલ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે. મો.નં.9766435050

રાજકોટ: મંજુલાબેન ધોળકીયા તે સ્વ.શૈલેષભાઈ ધોળકીયાના પત્ની, કેતકી અજય વૈદ્ય, બીના નિશિથ મહેતાના માતા, આરોહી અને વિશાલના નાનીનું તા.1રના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.13ને શનિવારે સવારે નવ વાગ્યે 301/ગોલ્ડન હાઈટ્સ, આર.કે.વર્લ્ડ ટાવર પાછળ, શીતલ પાર્ક, બીઆરટીએસ પાસે, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતેથી નિકળશે. તમામ લૌકિક ક્રિયા બંધ છે.

જામનગર: મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ મુળ ગામ આમરા હાલ જામનગર રસીલાબેન જાખરીયા (ઉં.76) તે સ્વ.રણછોડભાઈ ધરમશીભાઈ જાખરીયાના પત્ની, શૈલેષભાઈ, હીનાબેન પ્રફુલકુમાર વાઘેલા (સુરત), સ્વ.દીપ્તિબેન જીતેન્દ્રકુમાર મહેતાના માતા, બીનાબેન શૈલેષભાઈ જાખરીયાના સાસુનું તા.1રના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.13ના સાંજે 4 થી 4.30 પાબારી હોલ તળાવની પાળ ખાતે છે.

જામનગર: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિનાં રાજેન્દ્રકુમાર હરિકૃષ્ણ (રાજુભાઈ) દવે (ઉ.69) (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં નિવૃત્ત કર્મચારી) તે ડો.અલંકૃતાબેન દવેના પતિ, ડો.રત્નાંગ, ડો.ધનશ્રીના પિતા, આનંદભાઈના કાકા, અવિનાશભાઈના મોટાભાઈનું તા.11ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.1પનાં સાંજે 4 થી પ વ્રજભૂમિ સોસાયટી હોલ, ત્રિમંદિર પાછળ, લાલવાડી, જામનગર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક