ઉપલેટામાં
મનહરભાઈ મણિયારનો સંથારો સીજી ગયો
ધીરગુરૂદેવે
નિર્યામણા કરાવી, પાલખીયાત્રામાં નગરજનો જોડાયા
રાજકોટ,
ઉપલેટા: સ્થાનકવાસી જૈન સંઘ - ઉપલેટા ખાતે પ્રથમવાર ઐતિહાસિક આજીવન સંથારા સાધક મનહરભાઈ
મણિયારનો આજે તા.11ના વહેલી સવારે 4-45 કલાકે સમાધિભાવે સંથારો 12મા ઉપવાસે પુર્ણ થયા
બાદ નિશ્રાદાતા ધીરગુરૂદેવે નિર્યામણા કરાવી હતી. કાયાનો કસ કાઢી લેવો એ જ જીવનનો સાર
છે. તેવા સુત્રને ચરિતાર્થ કરનાર મનહરભાઈના પાર્થિવ દેહને સૂરજવાડીના હોલમાં દર્શનાર્થે
રાખવામાં આવેલ. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, રાજકોટના વિવિધ સંઘો, જેતપુર, ગોંડલ,
પોરબંદર, ધોરાજી, જસાપર, મોટીમારડ, લાલપુર, મોરબી, જૂનાગઢ, જય જય ભદ્રાના ગગનભેદી નારાએ
મુખ્ય માર્ગને ગજાવ્યા બાદ મુક્તિધામમાં મણિયાર પરિવારના જશવંતભાઈ, તુષારભાઈ, વર્ષાબેન
વગેરેના હસ્તે અંત્યેષ્ઠિ વિધિ કરવામાં આવેલ. પંથકમુનિ મ.સા, ગુણીબાઈ મ.સ, તરલાકુમારીજી
મ.સ તથા ભરત શાહ, ભાવેશ શેઠ વગેરેએ ગુણાંજલી અર્પણ કરી હતી.
ડેડાણ
બ્રહ્મ સમાજના સેવાભાવી અગ્રણી બાબુદાદા રાજ્યગુરુનું અવસાન
ડેડાણ:
ડેડાણ બ્રહ્મ સમાજના અગ્રણી નંદલાલભાઈ (બાબુદાદા)(ઉં.83)નું અવસાન થતા ડેડાણ તેમજ આજુબાજુના
પંથકમાં ઘેરો શોક છવાયો છે. બાબુદાદાએ તેમના જીવન દરમિયાન અનેક સેવાકાર્યો કરેલ. જેમાં
મારૂતિ મંડળ - જન્માષ્ટમી મહોત્સવ તેમજ સ્મશાનની સેવામાં પક્ષીઓ, કબૂતરની ચણ જેવા અનેક
સેવાકાર્યોમાં અગ્રેસર રહ્યા હતા. તેમની સ્મશાન યાત્રા દરમિયાન ડેડાણ ગામ સ્વયંભૂ સજ્જડ
બંધ રહ્યું હતું તેમજ રાકીય, દરેક સમાજના હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સ્મશાન યાત્રામાં
જોડાયા હતા. શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ચક્ષુદાન
રાજકોટ:
માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા નારણભાઈ ચનાભાઈ માટિયાનું બીમારી સબબ અવસાન થતા તેના પરિવારના
સભ્યો, હરિભાઈ માટીયા, દિનેશભાઈ રાઠોડ વગેરેએ નારણભાઈની આંખોનો ચક્ષુદાન કરવાનો નિર્ણય
લઈ જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ડોક્ટરોની ટીમને બોલાવી આંખોનું દાન કરાયું
હતું.
ચક્ષુદાન
રાજકોટ:
વિશ્વા કિરણબેન હિરેનભાઈ જોષીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી
આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 781મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
જયરાજભાઈ ગગજીભાઈ રાઠોડ તે યોગીરાજના પિતા, રસીકભાઈ (વેરાવળ), ગીરીશભાઈ (રાજકોટ)ના
નાનાભાઈનું અવસાન થયું છે. બેસણુ તા.13ના સાંજે 4 થી 6 સોરઠીયા રજપુત ભવન દીપક સોસાયટી,
ગાંધીગ્રામ
રાજકોટ
છે.
રાજકોટ:
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારી જીવણલાલ મોતિસિંગ મે ના પત્ની ઉષાબેનનું
તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.1રના સાંજે 4.30 થી પ.30 કૃષ્ણ કુંજ સોસાયટી શેરી નંબર
ર, રૈયા રોડ, નવઘણ ચા વાળો રોડ, રાજકોટ છે.
રાજકોટ:
જગદીશચંદ્ર શાંતિલાલ આચાર્ય (ઉ.90) તે અતુલભાઈ, રેખાબેન જોષી, ઈલાબેન વ્યાસ, દિપ્તીબેનના
પિતા, સત્યના દાદાનું તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.1રના સાંજે 4 થી 6 ‘શાંતિ’,
6-ન્યુ સર્વોદય સોસાયટી, આહીર ચોક પાસે, 80 ફૂટ રોડ, અટીકા, રાજકોટ છે. લોકીક ક્રિયા
બંધ છે.
ગોંડલ:
રમાબેન નવીનચંદ્ર ખગ્રામ (ઉં.71) તે સ્વ.નવીનચંદ્ર મોહનભાઈ ખગ્રામના પત્ની, શૈલેષભાઈ,
નીતાબેન સંજયભાઈ પાબારી (રાજકોટ), ઉર્વશીબેન નવીનચંદ્ર ખગ્રામના માતા, સ્વ.નાનાલાલભાઈ
કારીયા (બાબરા)ના દીકરીનું તા.11નાં અવસાન થયુ છે. બેસણુ તા.13ના 3 થી પ ગુજરાત હાઉસિંગ
બોર્ડ, બ્લોક નંબર-ર1ર, જેતપુર રોડ છે.
ગોંડલ:
રજનીભાઈ દયાળજીભાઈ પડીયાના પત્ની કોકીલાબેન તે મનીષભાઈના માતૃશ્રી તે મનહરભાઈના નાનાભાઈના
પત્ની, ભરતભાઈ, પ્રમોદભાઈના ભાભીનું તા.11ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.1રના સાંજે
4 થી 6 બ્રહ્મક્ષત્રિય વાડી, મોટી બજાર, દરબાર ચોક, વેરી દરવાજા પાસે છે.
સાવરકુંડલા:
નટવરલાલ સાકરલાલ મગીયા (ઉ.88) તે કિરણભાઈ, વિપુલભાઈ, અતુલભાઈના પિતાનું અવસાન થયુ છે.
સાદડી તા.1રના સાંજે 4 થી 6 કમાબાપા દોશી વાડી, દેરાસર શેરી, મેઈન બજાર, સાવરકુંડલા
છે.
માંગરોળ:
મહેન્દ્રભાઈ તુલજારામ અધ્યારૂ (ઉ.8ર) તે હરદીપભાઈ, કુમારદીપભાઈ, મીતાબેન સંજયકુમાર
પંડયાના પિતાશ્રી, સુભાષભાઈ (જામનગર)ના મોટાભાઈ, લલીતભાઈ, મુકેશભાઈ, હિતેશભાઈ તથા નિનાદભાઈના
કાકાનું તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.1રના સાંજે 4 થી 6, ‘પ્રણામ’, ગાયત્રીનગર,
માંગરોળ ખાતેના નિવાસ સ્થાને છે.
જૂનાગઢ:મજેવડી
નિવાસી હાલ જૂનાગઢ સ્વ.અમૃતલાલ ત્રીભોવનદાસ મહેતા (શેઠ બાપા)ના પુત્ર પ્રવિણચંદ્ર
(ઉ.81) તે સ્વ.અરૂણાબેનના પતિ, શ્રેયાંસ, હેતલ, સ્મિતાબેન જીતેનકુમાર મહેતા (શાંતાક્રુઝ),
જિપ્તિબેન કેતનકુમાર ગાંધી (કાંદીવલી)ના પિતા, સ્વ.નાગરભાઈ, પ્રફુલભાઈ, રંજનબેન જયંતિલાલ
શાહ (ધોરાજી), કલાવંતીબેન મનસુખલાલ મહેતા (ભાણવડ)ના ભાઈ, શ્વસુરપક્ષ જામકંડોરણા હાલ
કલકત્તા સ્વ.હેમતલાલ કલ્યાણજી મહેતા (રાવરાણી)ના જમાઈનું તા.10નાં જૂનાગઢ ખાતે અવસાન
થયુ છે. ઉઠમણુ તા.1રનાં સવારના 10 વાગ્યે હેમાભાઈનો વંડો, જૈન ઉપાશ્રય, ઉપરકોટ રોડ,
જૂનાગઢ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પોરબંદર:
દિનેશભાઈ જેઠાલાલ વાજા (ઉ.81) તે તુષારભાઈ, તૃપ્તિબેન સંજયભાઈ વાસણ, ભાવિશાબેન મનોજભાઈ
વાસણ, ગ્રીષ્માબેન આનંદભાઈ જેઠવાના પિતાશ્રીનું તા.પના અવસાન થયુ છે.
જામ
ખંભાળીયા: મનસુખલાલ ભગવાનજી ખગ્રામ મૂળ ભણગોર (શક્તિ ઓઈલ)ના પત્ની નિર્મળાબેન (ઉ.84)
તે અશ્વિનભાઈ (હસુભાઈ), મનોજભાઈ (ટીનાભાઈ), ધર્મેશભાઈ (કાનાભાઈ), અનિલભાઈ (ફુકાભાઈ),
સોનલબેન દીપકકુમાર માખેચા (પોરબંદર)ના માતા, નિકુંજ, બીનીત, મિલિન્દના દાદીનું તા.11ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1રનાં બપોરે 4 થી 4.30 જલારામ મંદિર પ્રાર્થના હોલ
ખાતે ભાઈઓ તથા બહેનો સાથે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
વાલમ બ્રાહ્મણ રીબવાળા વ્યાસ પરિવાર, મનીષકુમાર પ્રવિણભાઈ વ્યાસ (એન્જીનિયર, આરએમસી-રાજકોટ)
(ઉ.પ6) તે સ્વ.પ્રવિણચંદ્ર રૂગનાથભાઈ વ્યાસ, સ્વ.લીલાવંતીબેન પ્રવિણચંદ્ર વ્યાસના પુત્ર,
હિનાબેનના પતિ, આર્યના પિતા, સ્વ.િકશનભાઈ, દક્ષાબેનના ભાઈ, સ્વ.સતિષચંદ્ર પોપટલાલ પંડયા
તથા સ્વ.સુરેશચંદ્રના ભાણેજ, સ્વ. ગુણવંતભાઈ, સ્વ .કીશોરભાઈ, સ્વ.નટવરલાલભાઈ, કમલબાબુ
રૂગનાથભાઈ વ્યાસના ભત્રીજા, મંજુલાબેન, સ્વ.ઉપેન્દ્રભાઈ ગીરજાશંકર પંડયાના જમાઈનું
તા.10ના રાજકોટ ખાતે અવસાન થયુ છે. બેસણુ તા.1રના સાંજે 4 થી 6 શનિધામ મંદિર, રૂડાનગર-1,
ભક્તિ આશ્રમ મંદિરની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.શાંતીલાલ નાનજીભાઈ કેસરીયાના પત્ની ગોદાવરીબેન (ઉં.90) તે ગીરીશભાઈ, મહેશભાઈ, મધુબેન
સેજપાલ, રસીલાબેન તન્ના, રેખાબેન દાવડા, અલ્પાબેન ચાંદરાણીના માતા, માધવી સેજપાલ, ધવલ,
અક્ષયના દાદી, ગીરધરલાલ દેવચંદ નથવાણી, જેઠાલાલ દેવચંદ નથવાણીના બહેનનું તા.11ના અવસાન
થયુ છે. ઉઠમણુ તા.1રના સાંજે 4 થી પ, બન્ને પક્ષનું સાથે રાખેલ છે. રામ મંદિર, રામનગર,
ગોંડલ રોડ, રાજકોટ છે.
જામનગર:
મૂળ ભાતેલ નિવાસી હાલ જામનગર સ્વ.નાથાભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉં.72)નું તા.11ના અવસાન
થયું છે. ઉઠમણું તા.12ના સાંજે 5થી 5-30, કાશી વિશ્વનાથ મંદિર, જામનગર છે.
રાજકોટ:
જોડિયા નિવાસી હાલ રાજકોટ સ્વ.ધર્મેન્દ્રભાઈ મોહનજીભાઈ વર્માના પત્ની લતાબેન (ઉં.72)
તે પ્રકાશભાઈ, નીરવભાઈના માતા, સ્વ.મગનલાલ જીવરાજભાઈ કક્કડના પુત્રી, પ્રવીણભાઈ, અશ્વિનભાઈ,
પીયૂષભાઈ કક્કડના બહેન, આયુષી નીરવભાઈ વર્મા, શાલિની પ્રકાશભાઈ તથા યશ પ્રકાશભાઈ વર્માના
દાદીનું અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.12ના 4-30થી 5-30, પંચનાથ મહાદેવ
મંદિરે છે.