ISIના ઈશારે ભારત ઉપર મોટા હુમલાની સાજીશ : હાફિઝ સઈદ પણ બંગલાદેશ પહોંચે તેવી હિલચાલ
નવી દિલ્હી, તા. 12 : પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ ભારત ઉપર મોટા હુમલાની સાજીશ રચી રહ્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારી અનુસાર, લશ્કરના શીર્ષ નેતૃત્વના નિર્દેશ ઉપર પીઓકેમાંથી આતંકીઓનું એક જુથ બંગલાદેશ મોકલવામાં આવ્યું છે.
આ આતંકી જુથ વિસ્ફોટકોનું વિશેષજ્ઞ છે અને પોતાના સમકક્ષાાઁને પ્રશિક્ષણ આપવા માટે બંગલાદેશ પહોંચ્યું છે. ભવિષ્યમાં સંયુક્ત ઓપરેશન કરવાનો નિર્ણય આઈએસઆઈના નિર્દેશ બાદ લેવામાં આવ્યો હતો. બાદાં બન્ને આતંકી સંગઠનના શીર્ષ નેતૃત્વએ પાકિસ્તાનમાં મુલાકાત કરી હતી અને એક કમાન હેઠળ આગળ વધવાની રણનીતિ બનાવી હતી. તેમજ સિરિયલ બ્લાસ્ટ કરાવવા નવ સભ્યની ટીમ બનાવી હતી. જે બંગલાદેશમાં ઓપરેટરોને તાલિમ આપશે. કહેવાય છે કે તૈયબાનો પ્રમુખ હાફિઝ સઈદ ચાલુ મહિને જ ઢાકાનો પ્રવાસ કરવાનો છે અને પોતાના સંગઠનના આતંકવાદીઓ સાથે અન્ય આતંકીઓ સાથે પણ વાતચીત કરશે. અધિકારીઓ અનુસાર હુમલાની સાજીશનું અંતિમ ચરણ છે અને સઈદના ઢાકા પ્રવાસ બાદ સંગઠન હુમલાને અંજામ આપવાની કોશિશ કરી શકે છે. આઈએસઆઈએ બીજી તરફ પુરાવા નાશ કરવાની શરૂઆત કરી દીધી છે. જે સંકેત આપે છે કે કોઈ મોટી હિલચાલ કરવામાં આવી રહી છે.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ગુપ્તચર એજન્સીઓને જૈશ અને તૈયબા દ્વારા બંગાળ અને પુર્વોત્તર રાજ્યોમાં પોતાના મોડયુલને ફરીથી સક્રિય કરવાના પ્રયાસોની જાણકારી મળી છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર આતંકી સંગઠનો દ્વારા બંગલાદેશમાં વિસ્ફોટક વિશેષજ્ઞોને મોકલવા કોઈ મોટી ઘટનાનો સંકેત છે. એક અન્ય અધિકારી અનુસાર સીમાવર્તી ક્ષેત્રોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ભારતમાં ઘૂસણખોરી કરવાનો અને બોમ્બ વિસ્ફોટ કરવાનો પ્રયાસ થવાની આશંકા છે.